નવી દિલ્હી: લસિથ મલિંગા અને બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સે ટ્વીટ કર્યું છે. જેમાં બુમરાહે કહ્યું કે, લસિથ મલિંગા વિશ્વના શ્રેષ્ઠ યોર્કર બોલર છે.
લસીથ મંલિગા વિશ્વનો સર્વશ્રેષ્ઠ યોર્કર બોલર છે: બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહને ટાંકીને જણાવ્યું છે કે, "મલિંગા વિશ્વનો સર્વશ્રેષ્ઠ યોર્કર બોલર છે અને તે પોતાના ફાયદા માટે લાંબા સમયથી તેનો ઉપયોગ કરી રહ્યો છે.
બુમરાહે અગાઉ કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા વચ્ચે વૈશ્વિક ક્રિકેટ ફરી શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બોલને ચમકાવવા માટે લાળની જગ્યા બીજો વિકલ્પ શોધવો જોઈએ.
બુમરાહે ICC વીડિયો સીરીઝ ઇનસાઇડ આઉટમાં ઇયાન બિશપ અને શોન પોલાક સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "હું આમેય મેદાનમાં કોઇની સાથે ગળે મળવાનું કે હાઇ-ફાઇવ કરનારામાંથી નથી, પરંતુ લાળના ઉપયોગ વગર મને થોડીક મુશ્કેલી પડશે.
તેમણે કહ્યું હતું કે, "મને ખબર નથી કે રમત ફરી શરૂ થયા પછી માર્ગદર્શિકા શું હશે, પરંતુ હું માનું છું કે લાળની જગ્યાયે બીજો કોઈ વિકલ્પ હોવો જોઈએ. બોલ પર લાળના ઉપયોગ વગર બોલરોને ઘણી મુશ્કેલી પડશે.
બુમરાહે કહ્યું હતું કે, "ગ્રાઉન્ડ્સ નાના થઈ રહ્યા છે અને વિકેટ પણ સપાટ થઈ રહી છે. તેથી, અમારે બોલની ચમક જાળવવા માટે વિકલ્પની જરૂર છે, જેથી સ્વિંગ અથવા રિવર્સ સ્વિંગ મળી શકે.