દુબઈ : UAE જતાં પહેલા આઈપીએલના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હવે તમામ ખેલાડીઓને 6 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. ત્યારે પ્રથમ ,ત્રીજા અને છઠ્ઠા દિવસે કોવિડ-19નો રિપોર્ટ કરવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ ખેલાડી 'બાયો-બબલ'માં પ્રવેશ કરી શકશે અને ટ્રેનિંગ શરુ કરી શકશેે.
ટૂર્નામેન્ટ દરમિયાન પાંચમાં દિવસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ કરવામાં આવશે. આ ત્રણેય ટીમે UAE જતાં પહેલા તેમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ફોટો શેર કર્યો હતો.
ગત્ત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ આજે UAE પહોચશે. જ્યારે અન્ય 2 ટીમ સનરાઈઝર હૈદરાબાદ અને દિલ્હી કૈપિટલ્સની ટીમ સપ્તાહના અંત સુધીમાં UAE પહોચશે. આઈપીએલના 60 મેચો ત્રણ સ્થળ પર રમાશે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં 53 દિવસ સુધી રમાશે.
બેંગ્લોરની ટીમ આજે દુબઈ પહોચશે. ભારતીય તેમજ વિદેશી ખેલાડીઓની સાથે ત્રણ સપ્તાહ સુધી કેમ્પમાં ભાગ લેશે. દિશાનિર્દેશો અનુસાર ત્રણ સ્તર પર કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવશે. બાયો બબલમાં જતા પહેલા ટીમ 6 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેશે.
આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે.