ઋષિકેશ: પોતાની ફિલ્ડિંગ માટે જાણીતા જૉન્ટી રોડ્સે પોતાના ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યાં છે. પૂર્વ દક્ષિણ આફ્રિકાના ખેલાડી જૉન્ટી રોડ્સે તસવીર શેર કરતા લખ્યું કે, ભારતમાં મને ખુબ જ પ્રમે મળી રહ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવીને શારીરિક અને આધ્યામિક બંને ફાયદાઓ થાય છે.
જૉન્ટી રોડ્સે પવિત્ર ગંગામાં શ્રદ્ધાની ડૂબકી લગાવી, ફોટો વાયરલ - આઈ.પી.એલ ન્યૂઝ
IPL-2020 માટે જૉન્ટી રોડ્સ ભારતમાં છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જૉન્ટી રોડ્સે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવતા જોવા મળ્યાં હતાં.
જૉન્ટી રોડ્સે આ તસવીરની સાથે ત્રણ હેશટેગનો ઉપયોગ કર્યો છે. જેમાં મોક્ષ, ઋષિકેશ અને ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ શબ્દોના હેશટેગનો ઉપયોગ કર્યો છે. 50 વર્ષના જૉન્ટી રોડ્સ અત્યારે IPL-2020 માટે ભારતમાં છે. આ વખતે જોન્ટી રોડ્સે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના ફિલ્ડિંગ કોચ છે.
પંજાબ પહેલા જૉન્ટી રોડ્સ 8 વર્ષ 2009થી 2017 મુંબઇ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ રહ્યાં હતા. જૉન્ટીના કાર્યકાળમાં મુંબઈએ ત્રણવાર ટ્રોફી જીતી હતી. દક્ષિણ આફ્રિકા માટે જૉન્ટી રોડ્સે 52 ટેસ્ટ અને 245 વનડે રમી છે. જૉન્ટી રોડ્સ ભારતની ઘણા પ્રભાવિત છે. 2016માં જોન્ટીએ પોતાની પુત્રીનું નામ ઈન્ડિયા રાખ્યું હતું. ભારતની સંસ્કૃતિ, પરંપરાઓ અને વિરાસતની જૉન્ટી હંમેશા પ્રશંસા કરે છે.