ગુજરાત

gujarat

ETV Bharat / sports

સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઈ - રણજી ટ્રોફી

પ્રથમવાર રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના જીવનમાં વધુ એક ખુશી આવી છે. ઉનડકટે સગાઈ કરી લીધી છે. રવિવારે તેણે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે.

સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઈ
સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઈ

By

Published : Mar 15, 2020, 11:58 PM IST

નવી દિલ્હી: સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ જે પહેલા તો પોતાની ટીમને રણજી ટ્રોફીની ફાઈનલ સુધી લઈ ગયો અને પછી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. હવે આ ખેલાડીએ સગાઈ કરી લીધી છે. રવિવારે પોતાના ફેન્સને ચોંકવાતા તેણે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીર પોસ્ટ કરી હતી.

ટ્વીટર પર ડાબા હાથના આ ફાસ્ટ બોલરે પોતાના પાર્ટનર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. તેમણે આ સાથે કેપ્શન આપ્યું, - છ કલાક, બે ભોજન અને બાદમાં એક બાદમાં એક કેક શેર કરી.(6 hours, 2 meals & 1 shared mud cake later)

સૌરાષ્ટ્ર ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ પોરબંદરનો છે. તેણે હાલમાં રમાયેલી રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમને રણજી ચેમ્પિયન બનાવી હતી. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગની લીડના આધારે આ ટ્રોફી જીતી હતી.

જયદેવ ઉનડતટની સગાઈ પર તેના સૌરાષ્ટ્રના ટીમમેટ ચેતેશ્વર પુજારાએ પણ તેણે શુભેચ્છાઓ આપી છે. પુજારાએ ઉનડકટ અને તેની મંગેતર રિની સાથે તસવીર પોસ્ટ કરી છે. ઉનડકટે રણજી ટ્રોફી સીઝન ખૂબ જ સારી રહી છે. તેણે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રણજીમાં એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે સેમીફાઈનલ સુધીમાં 65 વિકેટ ઝડપી હતી. આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જે 1998-99માં બન્યો હતો.

સૌરાષ્ટ્રે આ વર્ષે રણજી ટ્રોફીની ફાઈનલમાં બંગાળને હરાવીને પોતાની પ્રથમ ચેમ્પિયન જીત મેળવી હતી. આ દરમિયાન ઉનડકટે 67 વિકેટ ઝડપી હતી. હવે તે બીજો એવો ખેલાડી બની ગયો છે કે જેણે રણજી ટ્રોફી એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપી હોય.

ABOUT THE AUTHOR

...view details