ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPLની 49મી મેચ : આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકતાની વચ્ચે થશે ટક્કર

આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2020ની 49મી મેચ રમાશે.

By

Published : Oct 29, 2020, 1:53 PM IST

IPLની 49મી મેચ
IPLની 49મી મેચ

દુબઈ : બે વખત ચેમ્પિયન રહેલી કોલકતા નાઈટ્સ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં આજે દુબઈ ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં ત્રણ વખત ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ કોલકતા સામે ટક્કરાશે. ચેન્નઈ તો પ્લેઑફની રેસમાંથી બહાર થયું છે, પરંતુ કોલકતાને આશા છે અને ટીમ માટે પણ જરુરી છે. કે ઈયાન મોર્ગનની કેપ્ટનશીપ વાળી ટીમ આ મેચ જરુર જીતે. કોલકતાની ટીમ 12 મેચમાં 6 મેચમાં જીત અને 6માં હાર મળતા પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. તેમની પાસે હજુ 2 મેચ બાકી છે. બંન્ને મેચમાં જીત મેળવી તો ટીમ પ્લેઑફ માટે ક્વૉલીફાઈ થશે.

હાર મળશે તો કેવી રીતે પહોંચશે પ્લેઑફમાં કેકઆર ?

કોલકતા જો એક મેચમાં પણ હારે છે તો અન્ય ટીમના આંકડા પર નિર્ભર રહશે. ગત્ત મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે કોલકતાને માત આપી હતી. જેના કારણે કોલકતા માટે હવે બાકી રહેલા મેચ જીતવા જરુરી છે.ગત્ત મેચમાં કોલકતાની બેટિંગ ફ્લૉપ રહી હતી. બેટ્સમેન શુભમ ગિલ અને કેપ્ટન ઈયોન મોર્ગન સિવાય અનેય બેટ્સમેનનું પ્રદર્શન સારું રહ્યું ન હતુ.

ચેન્નઈ સુપર કિંગ્સે તેમની ગત મેચમાં સારું પ્રદર્શન કર્યું હતુ. રૉયલ ચૈલેન્જર બેંગ્લોરને માત આપી હતી. ટીમમાં બદલાવ જોવા મળ્યો હતો. જે સફળ સાબિત થયો હતો. અંબાતી રાયડુ પણ ફોમમા જોવા મળ્યો હતો. ડુ પ્લેસિસ આ સમયે સારા ફોમમાં છે. મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજા પણ ટૂનામેન્ટમાં સારું પ્રદર્શન કરવાના ફોમમાં છે.બોલરોમાં દીપક ચહર અને શાર્દૂલ ઠાકુર પણ ટીમ માટે ઉપયોગી સાબિત થશે. સ્પિનમાં મિશેલ સૈંટનરને ગત્ત મેચમાં સારી તક મળી હતી. 4 ઓવરમાં 23 રન આપી એક વિકેટ ઝડપી હતી,ચેન્નઈની માત્ર એક જ કોશિશ હશે કે, આ ટૂર્નામેન્ટનો અંત જીત સાથે કરે. જો ટીમ સફળ રહી તો કેટલીક ટીમનું પ્લેઑફમાં જવાનું ગણિત બગડી શકે છે. પરંતુ કોલકતાએ સૌથી બચવું પડશે.

કોલકતા નાઈટ રાઈડર્સ: ઈયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લૉકી ફગ્યૂર્સન, નીતિશ રાણા, રિંકૂ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વૉરિયર, કમલેશ નાગરકોટી, શિવમ માવી, સિદ્દેશ લાડ, પૈટ કમિંસ, ટૉમ બેંટન, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, એમ સિદ્ધાર્થ, નિખિલ નાયક, ક્રિસ ગ્રીન

ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની , કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, પીષૂષ ચાવલા, કર્ણ શર્મા, શેન વાટસન, શાર્દૂલ ઠાકુર, અંબાતી રાયડૂ, મુરલી વિજય, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર,દીપક ચહર, લુંગી એનગિડી,મિશેલ સૈંટનર, કેએમ આસિફ,નારયણ જગદીશન, મોનૂ કુમાર, રિતુરાજ ગાયકવાડ, સાંઈ કિશોર, જોશ હેઝલવુડ, સૈમ કરન

ABOUT THE AUTHOR

...view details