લાહોર: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. આ તકે ઇંજમામે કહ્યું કે, કોહલીના ફોર્મને લઇ ચિંતાની કોઇ વાત નથી. ઇંઝમામે ભરોસા સાથે કહ્યું કે, કોહલી શાનદાર રીતે પરત ફરશે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0થી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝમાં ભારતના શાનદાર બેટ્સમેન કોહલીએ 19 અને 14 રન ફટકાર્યા હતાં.
ઇંઝમામ કોહલીની વ્હારે આવ્યો, કહ્યું- કોહલી શાનદાર રીતે પરત ફરશે
ઇંઝમામ કહ્યું કે, 'કેટલાક લોકો કોહલીની ટેકનીક અને કેટલીક વાતો પર ટીકા કરી રહ્યાં છે. હું આ તમામ વાતોથી હેરાન છું. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ફટકાર્યા છે, તમે તેની તે ટેકનીક પર કેમ સવાલ ઉઠાવી શકો?
ઇંઝમામે વધુમાં કહ્યું કે, 'કેટલાક લોકો કોહલીની ટેકનીક અને કેટલીક વાતો કરે છે. હું તે તમામ વાતોથી હેરાન છું. કારણ કે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ફટકાર્યા છે, તો તમે તેના એક મેચમાં ફેલ જવા પર કેમ સવાલ કરી શકો છો?
વધુમાં કહેતા જણાવ્યું કે, 'એક ક્રિકેટર તરીકે કહી શકુ છું કે ખેલાડીના કેરિયરમાં એવો સમય આવે જ્યારે તેના તમામ પ્રયાસો પછી પણ તે ક્રિકેટર રન નથી બનાવી શકતો. ઇંજમામે વધુમાં કહેતા જણાવ્યું કે, કોહલીએ પોતાની ટેક્નીકમાં કોઇ પણ જાતનો બદલાવ કરવાની જરૂર નથી. ફોર્મને લઇને પણ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તે મજબૂત માનસિકતા ધરાવનારો પ્લેયર છે અને શાનદાર રીતે પરત ફરશે.