ગુજરાત

gujarat

ETV Bharat / sports

શાદાબ ખાન ઈજાગ્રસ્ત થવાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાંથી બહાર

દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં બેટિંગ દરમિયાન પંજામાં થયેલી ઈજાને કારણે શાદાબ ખાન ચાર અઠવાડિયાથી મેદાનની બહાર થઈ ગયો છે.

Shadab Khan
Shadab Khan

By

Published : Apr 6, 2021, 11:54 AM IST

  • પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં
  • ઓલરાઉન્ડર શાદાબ ખાન ઈજાને કારણે બહાર
  • માહિતી ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આપી

હૈદરાબાદ: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાદાબ ખાન વર્તમાન સાઉથ આફ્રિકાની બાકી રહેલી મેચો અને ત્યારબાદ ઝિમ્બાબ્વેનાં પ્રવાસથી અંગૂઠાની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. આ માહિતી ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આપી હતી.

શાદાબ ખાનનું ટીમની બહાર હોવું ટીમ માટે ખરાબ સમાચાર

શાદાબ ખાન પાકિસ્તાનનાં સ્ટાર ખેલાડીઓમાંથી એક છે. આ સ્થિતિમાં કે તે ઈજાને કારણે ટીમની બહાર છે ખરેખર કોઈ સારા સમાચાર નથી.

શાદાબ ઝિમ્બાબ્વે સામે એક પણ મેચ રમી શકશે નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે, શાદાબ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં બેટિંગ દરમિયાન પંજામાં થયેલી ઈજાને કારણે ચાર અઠવાડિયા મેદાનની બહાર રહ્યો હતો. પાકિસ્તાનનો આફ્રિકા પ્રવાસ 16 એપ્રિલના રોજ સમાપ્ત થશે અને ટીમ 21 એપ્રિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેની પ્રથમ મેચ રમશે, એટલે કે શાદાબ ઝિમ્બાબ્વે સામે એક પણ મેચ રમી શકશે નહીં.

ઈજાની સારવાર દરમિયાન શાદાબ ચાર અઠવાડિયા માટે બહાર રહેશે

PCBએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, મેચ બાદ હાથ ધરવામાં આવેલા એક્સ- રે દ્વારા ઇન્ટ્રા આર્ટિક્યુલર કમ્યુનિકેટેડ ફ્રેક્ચરનો ઘટસ્ફોટ થયો હતો. જો કે તેમાં ન તો કોઈ રિપ્લેસમેન્ટ છે અને ન એંગ્યુલેશન. ઈજાની સારવાર દરમિયાન શાદાબ ચાર અઠવાડિયા માટે બહાર રહેશે.

આ પણ વાંચો :કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ક્રિકેટર હરમનપ્રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું

હું સખત મહેનત કરીને પાછો આવીશ : શાદાબ ખાન

શાદાબે ટ્વિટર પર પણ લખ્યું કે, “બોલ મારા પંજામાં લાગ્યો હતો અને હું ટૂરથી બહાર થઈ ગયો હતો. હું સારું પ્રદર્શન કરી શકીશ નહીં પણ સખત મહેનત કરીશ. હું ફરીથી પાકિસ્તાન તરફથી રમવા માટે બાઉન્સ બેક કરીશ. હું ખૂબ પ્રયત્ન કરું છું. હું માનું છું કે જો તમે સખત મહેનત કરો તો તમે મુશ્કેલ સમયમાં સરળતાથી લડી શકો છો. હું સખત મહેનત કરીને પાછો આવીશ. પ્રેમ અને સહકાર બદલ તમારો આભાર. ''

આ પણ વાંચો :ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે કર્યો ખુલાસો, આર્ચરની આંગળી પરની ઈજા ફિશ ટેન્કના કારણે થઈ હતી

પાકિસ્તાન માટે 6 ટેસ્ટ, 45 વનડે અને 46 ટી- 20 મેચો રમી છે

શાદાબ ખાને પાકિસ્તાન માટે 6 ટેસ્ટ, 45 વનડે અને 46 ટી- 20 મેચો રમી છે. આ સમય દરમિયાન, તેના ખાતામાં 14 ટેસ્ટ, 59 વનડે અને 53 ટી- 20 વિકેટ છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે 6 અર્ધસદી પણ નોંધાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details