ભારતે શ્રીલંકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટૉસ હાર્યા બાદ બેટિંગ કરનારી ભારતીય ટીમમાં લોકેશ રાહુલ (54) અને શિખર ધવન (52) પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી. જે બાદ મનીષ પંડે (અણનમ 31) અને શાર્દૂલ ઠાકુર (અણનમ 22)ની તોફાની બેટિંગથી 20 ઓવરમાં 201 રન ફટકાર્યા હતા.
IND vs SL: ત્રીજી T-20માં ભારતનો 78 રનથી શાનદાર વિજય, 2-0થી સીરિઝ જીતી - Indian cricket team
પુણેઃ ભારતે ખૂબ ઉમદા પ્રદર્શન કરતા ત્રીજી T-20માં શ્રીલંકાને 78 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 2-0થી સિરીઝ પોતાના નામ કરી છે. ભારત તરફથી સૈનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે.
ભારતે ત્રીજી T-20માં શ્રીલંકાને 78 રનથી આપી મ્હાત, 2-0થી જીતી સિરીઝ
જેના જવાબમાં શ્રીલંકાની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરતા 15.5 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે સૌથી વધુ સૈનીએ 3 વિકેટો ઝડપી હતી. જ્યારે વોશ્ગિંટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.