ગુજરાત

gujarat

ETV Bharat / sports

દેશની પ્રથમ મહિલા કમેન્ટેટર ચંદ્રા નાયડુનું 88 વર્ષની ઉંમરે નિધન - દેશની પ્રથમ મહિલા કમેન્ટેટર

દેશની પ્રથમ મહિલા ક્રિકેટ કમેન્ટેટર ચંદ્રા નાયડુનું રવિવારે ઇન્દોરમાં 88 વર્ષની વયે નિધન થયું હતું. તે અપરિણીત હતા તેમજ લાંબા સમયથી બીમાર હતા. ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન કર્નલ સી.કે. નાયડુની પુત્રી હોવા ઉપરાંત તેની પોતાની એક ઓળખ હતી.

Chandra Nayudu
Chandra Nayudu

By

Published : Apr 5, 2021, 7:21 AM IST

  • અંગ્રેજીની પ્રોફેસરે હિન્દીમાં કમેન્ટ્રી કરી કમાવ્યું નામ
  • ચંદ્રા નાયડુ લાંબા સમયથી બીમાર હતા
  • પિતાના જીવન પર 'સી.કે. નાયડુ: એ ડોટર રિમેમ્બર્સ' નામનું પુસ્તક લખ્યું

ઇન્દોર: દેશની પ્રથમ મહિલા ક્રિકેટ કમેન્ટેટર ચંદ્રા નાયડુનું નિધન થયું હતું. તેમણે રવિવારે 88 વર્ષની વયે ઇન્દોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અપરિણીત હતા તેમજ લાંબા સમયથી બીમાર હતા. ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન કર્નલ સી.કે. નાયડુની પુત્રી હોવા ઉપરાંત તેમની પોતાની અલગ ઓળખ હતી. કમેન્ટેટર તરીકે તેમની એક અલગ ઓળખ હતી. ફક્ત મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ ક્રિકેટરો પણ તેમને ઓળખતા હતા.

આ પણ વાંચો:ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જોય બેન્જામિનનું 60 વર્ષની વયે નિધન

અંગ્રેજીની પ્રોફેસરે હિન્દીમાં કમેન્ટ્રી કરી કમાવ્યું નામ

ચંદ્રા નાયડુ અંગ્રેજીની પ્રોફેસર હતા. આ ઉપરાંત તેમનું હિન્દી ભાષા પર પણ પ્રભુત્વ હતું. હિન્દી કમેન્ટેટરના રૂપમાં પ્રખ્યાત થયેલા પદ્મશ્રી સુશીલ દોશીને તેઓએ કમેન્ટેટર તરીકે પ્રોત્સાહિત કર્યા હતા. સુશીલ દોશીએ કહ્યું કે, તેમણે મારી સાથે નહેરુ સ્ટેડિયમ ખાતે પહેલી કોમેન્ટ્રી કરી હતી. દોશી કહ્યું કે, જ્યારે હું પહેલીવાર 1977-78માં કોમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે તેઓએ મને પત્ર લખીને પ્રોત્સાહન આપ્યું હતું. કર્નલ સી.કે. નાયડુ કહેતા કે, ચંદ્રા મારી પુત્રી નહીં પણ પુત્ર છે. તેમાં પણ આત્મ-સન્માન અને સંઘર્ષ કરવાની ક્ષમતાની છે.

પિતાના જીવન પર 'સી.કે. નાયડુ: એ ડોટર રિમેમ્બર્સ' નામનું પુસ્તક લખ્યું

ચંદ્રા નાયડુ 1982માં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ગોલ્ડન જ્યુબિલી ટેસ્ટ મેચની સાક્ષી બની હતી. ત્યાં તેમણે લોર્ડ્સ કમિટી રૂમમાં એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યું હતું. તેમણે તેમના પિતાના જીવન પર 'સી.કે. નાયડુ: એ ડોટર રિમેમ્બર્સ' નામનું પુસ્તક લખ્યું હતું.

આ પણ વાંચો: એક અઠવાડિયા અગાઉ કોરોના સંક્રમિત થયેલા સચિન તેંડુલકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સચિન તેંડુલકરને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોનાનું નિદાન થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સચિન તેંડુલકરને શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તબીબોની સલાહને આધારે આજે(શુક્રવારે) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ જ તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ખૂબ જ ઓછું રમ્યા હતા બેન્જામિન

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર જોય બેન્જામિનનું 10 માર્ચ 2021ના રોજ નિધન થયું હતું. હાર્ટ એટેક આવતા તેમણે 60 વર્ષની ઉંમેર દુનિયાને અલવિદા કહી દીધું છે. બેન્જામિનનો જન્મ 2 ફેબ્રુઆરી 1961માં સેન્ટ કિટ્સમાં થયો હતો. તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે એક ટેસ્ટ અને બે એક દિવસીય મેચ રમી હતી.

વર્ષ 1994માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં જોયે ડેબ્યુ કર્યું હતું

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર બેન્જામિનનું નિધન થતા ક્રિકેટ જગત શોક ફેલાયો છે. બેન્જામિનનો જન્મ ભલે સેન્ટ કિટ્સમાં થયો હતો, પરંતુ તેમને વારવિકશાયર અને સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમતા જોઈ શકાયા હતા. વર્ષ 1994માં તેમણે દક્ષિણ આફ્રિકા સામે ઓવલમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તેમણે શાનદાર બેટિંગ કરી પહેલી ઈનિંગમાં 42 રન બનાવી 4 વિકેટ પણ હાંસલ કરી હતી. જ્યારે બે વન ડે મેચમાં તેમણે 1 વિકેટ લીધી હતી

ABOUT THE AUTHOR

...view details