બીજી ઈનિંગમાં પૃથ્વી શો 14 રન બનાવીને આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારાએ 11 રન બનાવ્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે 58 રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં પણ નિરાશા કર્યાં હતા. વિરાટે ફ્ક્ત 19 રન જ બનાવી શક્યો હતો.
મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર રમી રહ્યાં છે. પૃથ્વી શો 14 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. લેથમે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને સારો કેચ કર્યો હતો.
216/5થી ત્રીજા દિવસની શરૂઆત કરતા ન્યૂઝીલેન્ડે આજે પોતાના સ્કોરમાં 132 રન ઉમેર્યા હતાં. આ 132માંથી 123 રન અંતિમ 3 વિકેટે બનાવ્યાં હતાં. વિદેશમાં ભારતીય ફાસ્ટ બોલર્સ ફરી એકવાર વિરોધી ટીમના પૂંછડીયા બેટ્સમેનને જલ્દીથી આઉટ કરવામાં નિષ્ફ્ળ રહ્યાં હતાં. કાઇલી જેમિસને 44, કોલિન ગ્રાન્ડહોમે 43 અને ટ્રેન્ટ બોલ્ટે 38 રન બનાવ્યાં હતાં.
ભારત તરફથી ઇશાંત શર્માએ પાંચ, અશ્વિને ત્રણ, જ્યારે બુમરાહ અને શમીએ એક એક વિકેટ લીધી હતી. ઇશાંતે 11મી વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે.