ગુજરાત

gujarat

ETV Bharat / sports

INDVsWI: ભારત 22 રનથી મેચ જીત્યું, વિન્ડીઝ સામે વિદેશમાં 8 વર્ષ પછી સિરીઝ જીત્યું

લૉડરહિલઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ઉપક્પ્તાન રોહિત શર્માએ 51 બોલમાં 6 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. તે ઉપરાંત આ ઇનિંગ્સમાં તે ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. ભારત અત્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વન-ડે 3 ટી-20 અને 2 ટેસ્ટ રમાનાર છે, જેમાં પહેલી ટી-20 3જી ઓગસ્ટના રોજ રમાણી હતી, જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટી કરારી હાર આપી હતી, આજે ભારતીય ટીમે વેસ્ટઇંડીઝને બીજી ટી-20 મૅચમાં 168 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ 67 રન બનાવી શાનદાર અર્ધશતક ફટકાર્યું છે.

By

Published : Aug 4, 2019, 10:47 PM IST

Updated : Aug 5, 2019, 12:21 AM IST

ભારતે વેસ્ટઇંડીઝને આપ્યો 168 રનનો લક્ષ્ય, રોહિતે લગાવી અર્ધશતક

આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ આ મૅચમાં ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ ત્રણ મૅચોની ટી-20 સીરીઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમે પોતાની ટીમમાં કોઇ બદલાવ કર્યો નથી.

ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે.

જ્યારે વેસ્ટ ઈન્ડિઝએ જૉન કૈમ્પવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત વેસ્ટઇંડીઝ
વિરાટ કોહલી (કૅપ્ટન) કાર્લીસ બ્રૈથેવટ (કૅપ્ટન)
રોહિત શર્મા સુનીલ નરેન
શિખર ધવન ઇવિન લુઇસ
મનીષ પાંડે નિકોલસ પૂરન (વિકેટકીપર)
ઋષભ પંત (વિકેટકીપર) કેરન પોલાર્ડ
કૃણાલ પાંડ્યા શિમરન હેટમાયેર
રવિન્દ્ર જાડેજા શેલ્ડન કૉટરેલ
ભુવનેશ્વર કુમાર રોવમૈન પાવેલ
વોશિંગટન સુંદર કીમો પૉલ
ખલીલ અહમદ ખરી પિયરે
નવદીપ સૈની ઓશાને થૉમસ
Last Updated : Aug 5, 2019, 12:21 AM IST

ABOUT THE AUTHOR

...view details