ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત, 36 રને હરાવી સીરિઝ પર કર્યો કબ્જો - ભારતીય ટીમ

ભારતે પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટના નુકસાન પર 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને બાદમાં ઇંગ્લેન્ડની ટીમને 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 188 રન પર જ રોકી દીધી હતી.

India beat England by 36 runs
India beat England by 36 runs

By

Published : Mar 21, 2021, 7:22 AM IST

Updated : Mar 21, 2021, 9:00 AM IST

  • ભારતની 36 રનથી ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત
  • ભારતે ઈંગલેન્ડને પાંચ મેચની ટી-20માં હરાવી સીરિઝ 3-2થી કરી પોતાને નામ
  • ભારતે ઈંગ્લેન્ડની ટીમને 224ના વિશાળ સ્કોર સામે 188 રનમાં કરી પેવેલિયન ભેગી

અમદાવાદ: ભારતે પોતાના બેટ્સમેનો બાદ બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી અને નિર્ણાયક ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 36 રનથી હરાવી પાંચ મેચની ટી -20 સીરિઝ 3-2થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટના નુકસાને 224 રનનો મોટો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ ઇંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 188 રન પર જ રોકી દીધી હતી.

ઈંગ્લેન્ડની ટીમ 188 રનમાં જ થઈ પેવેલિયન ભેગી

ઈંગ્લેન્ડ માટે ડેવિડ મલાને 46 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68, જોસ બટલરે 34 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 અને બેન સ્ટોક્સે 14 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs ENG: પ્રથમ દિવસે ભારતે 1 વિકેટના નુકશાન પર 24 રન બનાવ્યા

ભારતની 36 રનથી ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત

ભારત તરફથી શાર્દૂલ ઠાકુરએ ત્રણ, ભુવનેશ્વર કુમારે બે અને હાર્દિક પંડ્યા તથા ટી નટરાજને એક-એક વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચો: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ફાઇનલ મેચ

Last Updated : Mar 21, 2021, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details