ગુજરાત

gujarat

ETV Bharat / sports

Ind-Aus: ઑસ્ટ્રેલિયા 236માં સમેટાયું, ભારતને 237નો ટાર્ગેટ - Gujarati News

સ્પોર્ટ્સ ડેક્સઃ આજની મેચમાં ઑસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા કંગારૂઓએ 7 વિકેટ ગુમાવી 236 રન બનાવ્યાં હતાં. જેથી ભારતને 237 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ વખતે ભારતે યજુવેન્દ્ર ચહલને આરામ આપ્યો છે. જેથી ચહલની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું.

સૌ. ટ્વિટર ICC

By

Published : Mar 2, 2019, 5:18 PM IST

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ શનિવારથી ઑસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી 5 મેચની વનડે સીરિઝમાં પણ વિવિધ પ્રયોગ કરવાનું ચાલુ રાખ્યું. કારણ કે, આ સીરિઝથી ‘વિશ્વકપ ટીમ’ માટે ખેલાડી નક્કી થઈ શકે છે.

  • ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન કર્યા
  • ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 133 રન કર્યા
  • ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 87 રન કર્યા
  • ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 38 રન કર્યા

ABOUT THE AUTHOR

...view details