નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલે સોશિયલ મીડિયા પર ચહલ સાથે મજાક કરતા કહ્યું કે, હું ટિક ટોકને જણાવીશ કે તે તને બ્લોક કરી નાખે, હકીકતમાં તું સોશિયલ મીડિયા પર ઘણો બોરીંગ છો.
હું ટિક ટોકને કહેવાનો છું કે તે ચહલને બ્લોક કરી નાખેઃ ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલે ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ પર સોશિયલ મીડિયામાં કટાક્ષ કરતા કહ્યું છે કે, હું ટિક ટોકને જણાવીશ કે તે તને બ્લોક કરી નાખે, હકીકતમાં તું સોશિયલ મીડિયા પર ઘણો બોરીંગ છો. તારે હમણાં જ સોશિયલ મીડિયા છોડવાની જરૂર છે. અમે ચહલ તારાથી કંટાળી ગયા છીએ.
હું ટિક ટોકને કહેવાનો છું કે તે ચહલને બ્લોક કરી નાખેઃ ક્રિસ ગેલ હું મારી જીંદગીમાં તને ફરી વાર જોવા નથી માગતો, હુ તને બ્લોક કરી રહ્યો છુ. આ પહેલીવાર નથી કે જ્યારે સોશિયલ મીડિયાના ઉપયાગને લઇ કોઇ ક્રિકેટરે ચહલ પર કટાક્ષ કર્યો હોય. તાજેતરમાં જ કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથેની વાતચીતમાં ચહલ ને રમૂજી કહ્યો હતો. આ બંને ચહલની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં આઇપીએલમાં સાથે પણ રમે છે.
કોહલીએ એબી ડિને કહ્યું હતું કે તમે ચહલના ટિક-ટોક વીડિયો જોયા, તમારે જોવા જોઇએ તમને વિશ્વાસ નહીં થાય કે આ માણસ 29 વર્ષનો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે, તે તદ્દન રમૂજી છે.