સાઉથહેમ્પટન: ઇન્ગલેન્ડના અનુભવી ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એંડરસનને ICC દ્વારા જાહેર કરવામાં આવેલી ફાસ્ટ બોલરની સૂચીમાં ફાયદો થયો છે. પાકિસ્તાન વિરૂદ્ધ બીજા ટેસ્ટમાં 4 વિકેટ લેનાર બ્રોડ બીજા સ્થાને આવી ગયો છે. જો કે, ત્રણ વિકેટ લેનાર એન્ડરસન બીજા સ્થાનેથી 14મા સ્થાને આવી ગયો છે.
ICC ટેસ્ટ રેન્કિંગઃ ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ બીજા ક્રમે, બુમરાહ 9મા સ્થાને ધકેલાયો - ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ એક રેંક ઉપર આવીને ICC ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે, જો કે, ત્રણ વિકેટ લેનાર એન્ડરસન બીજા સ્થાનેથી 14મા સ્થાને પહોંચી ગયો છે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે આઠમા સ્થાને છે, જ્યારે ભારતનો યોર્કરમેન જસપ્રીત બુમરાહ એક સ્થાન નીચે આવીને 9મા ક્રમે આવી ગયો છે. બાબર આઝમે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ક્રમાંક બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચમાં ક્રમાંકે પહોંચ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ તે આ સ્થાને હતો. આબિદ અલી 49મા અને મોહમ્મદ રિઝવાન 75મા સ્થાને પહોંચી ગયો છે.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇનબોક્સમાં ઈંગ્લેન્ડ 279 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે, જ્યારે પાકિસ્તાન 153 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. ભારત 360 પોઇન્ટ સાથે ટોચ પર છે અને ઓસ્ટ્રેલિયા 296 પોઇન્ટ સાથે બીજા નંબરે છે.