આ ત્રણેય ક્રિકેટરોની બૉલિંગની એક્શનને આ સમયે ટી-20 વિશ્વ કપ ક્વોલીફાયરમાં શંકાસ્પદ મળ્યા હતા.
ICCના એક નિવેદનમાં જાહેર કરીને જણાવ્યું હતું કે, કુમારને 18 ઓક્ટોબરે સ્કૉટલેન્ડ વિરૂદ્ધ, સોલેને 19 ઓક્ટોબરે કેન્યા વિરૂદ્ધ, અબિઓયેને 21 ઓક્ટોબરે કેનેડા વિરૂદ્ધ રમાયેલી મૅચમાં સંદિગ્ધ બૉલિંગ એક્શનમાં ગુનેગાર હોવાનું જણાવ્યું છે.
ICCએ ત્રણ ખેલાડીઓને બૉલિંગ કરવા પર લગાવ્યો બૈન આ ત્રણેયની બૉલિંગનો વીડિયો ફુટેજને ટૂર્નામેન્ટની પેનલની પાસે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. પૈનલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બૉલર એક્શન સંદિગ્ધ છે અને તેથી અનુચ્છેદ 6.7 હેઠળ આ ત્રણેયને તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય સ્તર પર બૉલિંગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
આ પ્રતિબંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ICCની માન્યતા પ્રાપ્ત તપાસ કેન્દ્રમાં પોતાની એક્શનની તપાસ કરશે નહીં અને તેમાં સુધાર કરશે નહીં.