ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોની વધુ વન-ડે રમવા માગતો હોય તેવી શક્યતા ઓછી છે: રવિ શાસ્ત્રી - ઋષભ પંત

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, માત્ર મહેન્દ્રસિંહ ધોનીને ખબર છે કે, તેનું બોડી બ્રેક પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સામનો કરી શકશે કે નહીં.

મને નથી લાગતુ ધોની વધુ વન ડે રમવા માંગતો હોય: રવિ શાસ્ત્રી
મને નથી લાગતુ ધોની વધુ વન ડે રમવા માંગતો હોય: રવિ શાસ્ત્રી

By

Published : Dec 15, 2019, 1:03 PM IST

Updated : Dec 15, 2019, 4:24 PM IST

તેઓએ સાથે કહ્યું છે કે, આવનારા વર્ષમાં આયોજીત T20 વર્લ્ડ કપ માટે લોકેશ રાહુલ 'વિકેટકીપિંગ માટે ગંભીર વિકલ્પ' છે અને ઋષભ પંતે 'ધીરજ રાખવાની ' જરૂર છે.

લોકેશ રાહુલ

પંત છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરવામાં નાકામ રહ્યો છે. જ્યારે ધોનીના આંતરરાષ્ટ્રીય કરીયરને લઇને હજુ પણ અવઢવ છે અને તેવામાં શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલની બમણી ભૂમિકા આપવાથી મનાઇ ફરમાવી નથી.

ધોનીના ભવિષ્ય પર બોલ્યા શાસ્ત્રી

શાસ્ત્રીએ એક ટીવી ચેનલને કહ્યું કે, 'ધોની મોટા મેચનો ખેલાડી છે. વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં તેઓએ બધુ જ આપી દીધું છે. હોઇ શકે છે કે, વર્લ્ડ કપ બાદ ધોની આરામ લેવા માગે છે. હા, પરંતુ તે IPLમાં રમશે. હાલમાં જ એક ફોટો નિહાળ્યો જેમાં તે ટ્રેનિંગ શરૂ કરી રહ્યો છે.

શાસ્ત્રીએ આગળ કહ્યું કે, 'તે સમઝદારી ભર્યુ છે (ધોનીનું બ્રેક લેવુ). તે સમયની રાહ છે જ્યારે તે ફરી રમવાનું શરૂ કરશે. મને લાગી રહ્યું છે કે, વન ડે ક્રિકેટમાં રમવાને લઇને તે ઉત્સાહી છે. તેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત લઇ લીધી છે.

રવી શાસ્ત્રી અને ધોની

જણાવી દઇ એ કે મહેન્દ્રસિંહ ઘોની વર્લ્ડ કપ 2019માં સેમીફાઇનલમાં હાર થયા બાદથી ક્રિકેટના મેદાનથી દુર છે.

કોચ શાસ્ત્રીનું માનવુ છે કે, રાહુલ વિકલ્પ તરીકે આગળ આવી શકે છે. કારણ કે IPL સિવાય સીમિત ઓવરના સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે વિકેટકીપિંગ કરતો હતો.

ઋષભ પંત
Last Updated : Dec 15, 2019, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details