ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેચ દરમિયાન ક્રિકેટરનું મોત, અમ્પાયરના નિર્ણયને ન કરી શક્યા સહન - Sports news

હૈદરાબાદ: રવિવારના રોજ હૈદરાબાદમાં રમાયેલી વન ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના ક્રિકેટર વીરેન્દ્ર નાઈકનું હાર્ટ એટેકના કારણે મૃત્યું થયું હતું.

hyderabad cricketer virendra naik dies at match

By

Published : Nov 18, 2019, 1:48 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, નાઈકનું મૃત્યું હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ખાનગી ચેનલ દ્વારા મળતી વિગતો મુજબ, વીરેન્દ્ર નાઈક અમ્પાયરના ખોટા નિર્ણયને સહન કરી શક્યા નહીં અને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

વીરેન્દ્ર નાઈક

ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વીરેન્દ્ર હૈદરાબાદના મારડપલ્લી બ્લૂન સાથે મેચમાં સામેલ હતો.

વીરેન્દ્ર સામાન્ય રીતે ઓપનિંગ કરતો હતો, પરંતુ તે દિવસે તે ત્રીજા નંબર પર રમવા ગયો હતો. તેમજ મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબ તરફથી બેટિંગ કરતા વીરેન્દ્ર 66 રન બનાવી ચૂક્યા હતા.

ABOUT THE AUTHOR

...view details