ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ બાદ ચૂંટણી પંચના આદેશથી દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યું કે, મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધવામાં આવે. મહત્વનું છે કે, 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલી યોજી હતી, જેની મંજૂરી પ્રશાસને આપી નહોતી.
ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ, ચૂંટણી પંચની મંજૂરી વગર યોજી રેલી, નોંધાઈ FIR - Lok Sabha elections 2019
નવી દિલ્હીઃ ક્રિકેટની પીચ પરથી રાજકીય પીચ પર આવેલા ભાજપના ગૌતમ ગંભીર વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગંભીરે ગંભીર ભૂલ કરતા દિલ્હીમાં મંજૂરી વગર રેલી યોજી હતી. આ કેસમાં ચૂંટણી પંચે કાર્યવાઈ કરી છે. જેમાં ભાજપ નેતા ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધાઈ છે.
સૌજન્યઃ ટ્વિટર/Gautam Gambhir
ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે, ગૌતમ ગંભીરે મંજૂરી લીધા વગર રેલી કરી છે. જેથી આચાર સંહિતા ભંગ કરી છે. આજ કારણે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે.
Last Updated : Apr 27, 2019, 5:51 PM IST