લાહોર: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની માહિતી ખુદ શાહિદ આફ્રિદીએ ટ્વીટર દ્વારા આપી હતી. તેણે પોતાના ચાહકોને પોતાના માટે પ્રાર્થના કરવા કહ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - gujaratinews
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની માહિતી ખુદ શાહિદ આફ્રિદીએ ટ્વીટર દ્વારા આપી હતી. તેણે પોતાના ચાહકોને પોતાના માટે પ્રાર્થના કરવા કહ્યું છે.
Former Pakistan captain
શાહિદ આફ્રિદી પાકિસ્તાનનો બીજો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં પાકિસ્તાનના પૂર્વ ઓપનર તૌફીક ઉમરનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તૌફિક ઉમર કોરોનામાંથી જલદી સ્વસ્થ થઈ ગયો છે. પાકિસ્તાનનો પૂર્વ ખેલાડી ઝફર સરફરાઝ કોરોનાથી મૃત્યુ પામનારો પાકિસ્તાનનો પ્રથમ પ્રોફેશનલ ખેલાડી હતો.
1996માં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનારો શાહિદ આફ્રિદી 27 ટેસ્ટ, 398 વનડે અને 99 ટી-20I મેચ રમી ચૂકયો છે.