ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જોય બેન્જામિનનું 60 વર્ષની વયે નિધન - ક્રિકેટ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર જોય બેન્જામિનનું ગુરુવારે નિધન થયું છે. હાર્ટ એટેક આવતા તેમણે 60 વર્ષની ઉંમેર દુનિયાને અલવિદા કહી દીધું છે. બેન્જામિનનો જન્મ 2 ફેબ્રુઆરી 1961માં સેન્ટ કિટ્સમાં થયો હતો. તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે એક ટેસ્ટ અને બે એક દિવસીય મેચ રમી હતી.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જોય બેન્જામિનનું 60 વર્ષની વયે નિધન
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જોય બેન્જામિનનું 60 વર્ષની વયે નિધન

By

Published : Mar 10, 2021, 12:44 PM IST

Updated : Mar 10, 2021, 12:53 PM IST

  • ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ખૂબ જ ઓછું રમ્યા હતા બેન્જામિન
  • જોય બેન્જામિનનો જન્મ સેન્ટ કિટ્સમાં વર્ષ 1961માં થયો હતો
  • વર્ષ 1994માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં જોયે ડેબ્યુ કર્યું હતું

હૈદરાબાદઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર બેન્જામિનનું નિધન થતા ક્રિકેટ જગત શોક ફેલાયો છે. બેન્જામિનનો જન્મ ભલે સેન્ટ કિટ્સમાં થયો હતો, પરંતુ તેમને વારવિકશાયર અને સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમતા જોઈ શકાયા હતા. વર્ષ 1994માં તેમણે દક્ષિણ આફ્રિકા સામે ઓવલમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તેમણે શાનદાર બેટિંગ કરી પહેલી ઈનિંગમાં 42 રન બનાવી 4 વિકેટ પણ હાંસલ કરી હતી. જ્યારે બે વન ડે મેચમાં તેમણે 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃઆજના દિવસે જ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી બેન્સન એન્ડ હેસેઝ વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટ જીતી હતી

જોયે ઘરેલુ ક્રિકેટમાં મોટું નામ બનાવ્યું હતું

જોય બેન્જામિનના નિધન પછી ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરી લખ્યું કે, અમે ઈંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર જોય બેન્જામિનના નિધન અંગે દુઃખી છીએ. આપને જણાવી દઈએ કે, ભલે જોયને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મેચ રમવાની તક ન મળી હોય, પરંતુ તેમણે ઘરેલું ક્રિકેટમાં મોટું નામ બનાવ્યું હતું. 126 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે 29.94ની સરેરાશ સાથે 387 અને 168 લિસ્ટ એ મુકાબલામાં 31.80ની સરેરાશ સાથે 173 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃબ્રિટનને 3-2થી હરાવીને ભારતે યુરોપ પ્રવાસમાં વિજયી વાવટા ફરકાવ્યા

Last Updated : Mar 10, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details