હૈદરાબાદઃ ઉભરતા સ્ટાર પ્લેયર પૃથ્વી શો એ ન્યૂઝીલેન્ડ-11 સામે ચાલી રહેલી વોર્મ અપ મેચમાં 100 બોલમાં 150 રન ફટકાર્યા હતાં. રણજી ટ્રોફીની મેચ દરમિયાન ખભામાં ઇજા પહોંચવાના કારણે શો ભારત ટીમ સામે જોડાયો નહોતો, પરંતુ ગુરૂવારે ભારત A ટીમમાં જોડાવવા ન્યૂઝીલેન્ડ રવાના થશે.
પૃથ્વી શો એ ન્યૂઝીલેન્ડ-11 સામે ફટકાર્યા 150 રન, જાણો કેટલા બોલમાં? - ટેસ્ટ ટીમ
ઉભરતા સ્ટાર પ્લેયર પૃથ્વી શો એ ન્યૂઝીલેન્ડ-11 સામે ચાલી રહેલી વોર્મ અપ મેચમાં 100 બોલમાં 150 રન ફટકાર્યા હતાં. આ ઇનિંગ્સને લઇને પૃથ્વી શોને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાય તો નવાઈ નહીં.
પૃથ્વી શો એ ન્યુઝીલેન્ડ-11 સામે ફટકાર્યા 150 રન
ઉલ્લેખનીય છે કે, સ્ટાર બેટ્સમેન શોને ન્યીઝીલેન્ડ સામે રમાઇ રહેલી વન ડે અને T-20માં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઇ અને કર્ણાટક વચ્ચેની મેચ દરમિયાન પૃથ્વી શોને ખભામાં ઇજા પહોંચી હતી, ત્યારબાદ શો 20 જાન્યુઆરીના ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં સફળ રહ્યો હતો.