- ચોથી અને સિરીઝની છેલ્લી મેચનો પ્રારંભ
- ભારતીય બોલિંગ ગતિ થોડી ધીમી દેખાઈ
- પ્રથમ દિવસે જ લંચ બ્રેક થયો
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુરુવારે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ઇંગ્લેન્ડની અગાઉની મેચોની સ્થિતિ પહેલા જેવી જ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બીજી પીચ પર ઇંગ્લેંડની શરૂઆત ખૂબ જ ટૂંકા ગાળાના અંતર્ગત, ઇંગ્લેન્ડની ટીમ તેમની ત્રણ મોટી વિકેટ ગુમાવ્યા બાદ ફરીને પગ પર આવી ગઈ છે. પ્રથમ દિવસે જ લંચ બ્રેક થઈ ગયો છે. પ્રથમ સેશનનું સંપૂર્ણ ભારતને ફાળે જાય છે. લંચ સમયે ઇંગ્લેન્ડે 3 વિકેટે 74 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેર્યસ્ટો 28 અને બેન સ્ટોક્સ 24 રને રમી રહ્યા છે. પ્રથમ સત્રમાં, ભારતીય બોલિંગ ગતિ થોડી ધીમી દેખાઈ અને માત્ર 25 ઓવર થઈ, જેનું વિરાટ અને બોલરોએ ધ્યાને લેવું પડશે.
આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડ 1 ઓવરમાં 6 છગ્ગા મારનારો ત્રીજો ખેલાડી બન્યો
જોની બેરસ્ટોને LBW
મોહમ્મદ સિરાજ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. સિરાજે ઇંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો છે. તેમણે જોની બેરસ્ટોને LBW કરી આઉટ કર્યો હતો. બેરસ્ટો 28 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોક્સ અને બેરસ્ટોએ 48 રનની ભાગીદારી નોંધાવી હતી. ઇંગ્લેન્ડની ચોથી વિકેટ 78 ના સ્કોર પર પડી છે.
બેન સ્ટોક્સ આઉટ
ઇંગ્લેન્ડની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. સારી બેટિંગ કરનાર બેન સ્ટોક્સ આઉટ થયો છે. તેણે વોશિંગ્ટન સુંદરનો દડો ફટકારવા જતા બોલ સીધો LBW થયો. ઇંગ્લેન્ડને 121ના સ્કોર પર પાંચમો ફટકો પડ્યો છે. 55 રન બનાવીને સ્ટોક્સ આઉટ થયો હતો.