રાઇટે જણાવ્યું છે કે છેલ્લા બે અઠવાડીયામાં તે નિવૃતિ લઇ લેશે. રાઇટે જમૈકા માટે ગેરિ સોબર્સ અને વેસ હાલ જેવા બોલરો વિરૂદ્ધ પ્રથમ મેચ રમી હતી. જે મેચ બાર્બડોસ વિરૂદ્ધ 1958માં રમાઇ હતી.
OMG: 7000 વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડિઝનો આ ક્રિકેટર 85 વર્ષે લેશે નિવૃતિ - વેસ્ટ ઇન્ડિઝ
હૈદરાબાદ: ક્રિકેટર લગભગ 35 અથવા 40 વર્ષે નિવૃતિ લેતો હોય છે. જ્યારે, ફાસ્ટ બોલરનું કેરીયર તો તેનાથી પણ ઘણુ ઓછુ હોય છે. પરંતુ, વેસ્ટ ઇન્ડિઝના 85 વર્ષના ફાસ્ટ બોલર સેસિલ રાઇટે ઉંમરને સંખ્યા દર્શાવી અને ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.
રાઇટ ત્યાર બાદ 1959માં ઇંગ્લેન્ડ ગયા હતા અને તેઓએ સેંન્ટ્રલ લીગમાં ક્રોમ્પટન માટે પેશેવર ક્રિકેટર તરીકે કેરીયરની શરૂઆત કરી હતી. રાઇટ વિવિયન રિચર્ડસ અને જોએલ ગાર્નર જેવા મહાન ખેલાડીઓ સાથે પણ રમ્યા છે. તેની એ વાત બધાથી અલગ છે કે તેને પોતાના 60 વર્ષના ક્રિકેટ કેરીયરમાં 7000થી વધારે વિકેટ લીધી છે. જેમાં એક સમય તો એવો આવ્યો કે રાઇટે માત્ર 5 સીઝનમાં જ 538 વિકેટ ચટકાવી હતી. પરંતુ રાઇટે હવે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનું નક્કી કરી લીધુ છે.
તેઓએ ધારણા કરી હતી કે તે લગભગ 20 લાખ મેચ રમી ચુક્યા છે. રાઇટે તેની ફિટનેસનો સમગ્ર શ્રેય લંકાશરના ભોજનને આપ્યો છે. રાઇટ પેન્નિને લીગમાં અપરમિલ તરફથી સ્પ્રિંગગેડ વિરૂદ્ધ 7 ડિસેમ્બરના રોજ છેલ્લો મેચ રમવા મેદાનમાં ઉતરશે.