ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021: કેપ્ટનશિપથી વધારે જવાબદારીથી પંતનું પરફોર્મન્સ સુધરશે : પોન્ટિંગ - IPL સમાચાર

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, "મને લાગે છે કે ઋષભ પંત વધારાની જવાબદારી નિભાવશે. તે એવો વ્યક્તિ છે જે નેતૃત્વને પસંદ કરે છે. ''

Ricky Ponting
Ricky Ponting
author img

By

Published : Apr 6, 2021, 8:56 AM IST

  • દિલ્હી કેપિટલ્સનાં હેડ કોચ રિકી પોન્ટિંગે ઋષભ પંતના વખાણ કર્યા
  • ઋષભ પંત IPLમાં ટીમનું નેતૃત્વ કરશે
  • શ્રેયસ અય્યરની ઈજાને કારણે પંતની દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન તરીકે નિમણૂક

મુંબઇ: દિલ્હી કેપિટલ્સનાં હેડ કોચ રિકી પોન્ટિંગ માને છે કે વિકેટકીપર, બેટ્સમેન ઋષભ પંત ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં ટીમનું નેતૃત્વ કરવાની વધારાની જવાબદારી નિભાવશે. કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજાને કારણે પંતને આગામી IPL માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો :રાજસ્થાન રોયલ્સે IPL-2021 માટે ટીમની નવી જર્સી લોન્ચ કરી

રિકી પોન્ટિંગે ઉત્સુકતા વ્યક્ત કરી

પોન્ટિંગે ફ્રેન્ચાઇઝની મીડિયા રિલીઝમાં કહ્યું હતું કે, "મને લાગે છે કે તે વધારાની જવાબદારીનો સંપૂર્ણ આનંદ લેશે. તે એવો વ્યક્તિ છે જે જવાબદારીને પસંદ કરે છે, જે નેતૃત્વ કરવાનું પસંદ કરે છે. તેથી તે જવાબદારી કેવી રીતે નિભાવે છે તે જોવા માટે હું ખરેખર ઉત્સુક છું. ''

આ પણ વાંચો :લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે તેને મદદ કરીશું, પરંતુ મને નથી લાગતું કે હવે તેને વધુ મદદની જરૂર પડશે."

કપ્તાનને મદદ કરવી તે કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના કાર્યનો ભાગ હશે

આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે, નવનિયુક્ત કપ્તાનને મદદ કરવી તે કોચિંગ સ્ટાફ અને વરિષ્ઠ ખેલાડીઓના કાર્યનો ભાગ હશે.

સૂચનોથી કપ્તાન પર બોજો લાદવા માગતા નથી

તેમણે કહ્યું કે, "મને લાગે છે કે જો આપણે પ્રથમ મેચ પહેલા ઋષભ સાથે તેની કેપ્ટનશીપ વિશે વાત કરી શકીએ છીએ, તો પછી ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે ટુર્નામેન્ટ શરૂ થાય, ત્યારે તમે સૂચનોથી કપ્તાન પર બોજો લાદવા માગતા નથી.

ABOUT THE AUTHOR

...view details