ગુજરાત

gujarat

ETV Bharat / sports

EXCLUSIVE: સચિનના સૌથી મોટા ફૈન સાથે ખાસ વાતચીત - Sudhir kumar

હૈદરાબાદઃ એડિલેડથી લઈને મેલબર્ન અને પર્થથી લઈને ઑકલેન્ડ સુધી પોતાના શરીર પર તિરંગો પેઈન્ટ કરીને એક વ્યક્તિ સચિન અને ટીમ ઈન્ડિયાનો દિવાનગી વ્યક્ત કરતો નજરે પડે છે. તેની પાસે કોઈ જ પ્રકારની નોકરી નથી પરંતુ ટીમ ઈન્ડિયાની દરેક મેચમાં તે મેદાનમાં હાજર હોય છે.

સચિનના ફેન સાથે ખાસ વાતચીત

By

Published : Mar 1, 2019, 4:43 PM IST

સચિન પોતે પણ આ ફૈનને મળવા માટે સામેથી બોલાવે છે અને તેને મેચની ટિકિટ આપે છે. ત્યાં સુધી કે, જ્યારે ભારતે 2011નો વલ્ડ કપ જીત્યો ત્યારે સચિને તેને બોલાવ્યો અને વલ્ડ કપ તેમના હાથમાં આપી દીધો હતો. આ વ્યકિતનું નામ સુધીર કુમાર ગૌતમ છે. અમારા સંવાદાતાએ તેની સાથે ખાસ વાતચીત કરી હતી.

સુધીર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, ટી-20 સીરીઝની હાર બાદ ભારતે વન ડે સીરીઝમાં શાનદાર વાપસી કરી હતી.

સચિન વિશે પૂછવા પર સુધીરે જણાવ્યું કે, તે 2001થી મેદાન પર સચિનને જોવા માટે જાય છે. 2003માં સચિન સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી ત્યારથી તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે મેદાન પર જાય છે.

વધુમાં જણાવ્યું કે, ઈંગ્લેંડનાં વિશ્વ કપમાં પણ ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે મેદાન પર ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details