સિડનીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે પ્રતિષ્ઠિત T-20 લીગના આયોજનની આશા જીવંત રાખી છે. સાથે જ તેમણે સ્વીકાર કર્યો કે, કોવિડ-19ના કારણે લોકડાઉન કરવાથી IPL આ મહિને શરૂ થવાની સંભાવના ઓછી છે.
કમિન્સને કોલકતા નાઈટ રાઈડર્સે આ વર્ષના શરૂઆતમાં હરાજીમાં 15.50 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. તે IPLમાં સૌથી મોટી કિંમતમાં વેચાનારા ખેલાડી બન્યા હતા અને તે હજૂ ટૂર્નામેન્ટના આયોજનને લઇને આશા રાખે છે.
26 વર્ષના કમિન્સે કહ્યું કે, IPLને હજૂ રદ કરવામાં આવી નથી અથવા આ પ્રકારનો કોઈ નિર્ણય આયોજકોએ લીધો નથી. તેની સ્થિતિ હજૂ એવી જ છે. અમે અમારી ટીમના સંપર્કમાં છીંએ. હજૂ બધા લોકો ઈચ્છે છે કે, IPLનું આયોજન કરવામાં આવે, પરંતુ તમામ લોકો જાણે છે કે અત્યારે પ્રાથમિકતા કોરોના વાઇરસને ફેલાતો રોકવાની છે.