હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વકપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શરૂઆતના દિવસોમાં ખાલી 30 લાખ રૂપિયા કમાઇને પોતાના ઘર રાંચીમાં શાંતિથી રહેવા માગતો હતો. આ ખુલાસો ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેસ્ટ્મેન વસીમ જાફરે કર્યો હતો.
ધોની 30 લાખ રૂપિયા કમાઈને રાંચીમાં શાંતિથી રહેવા માગતો હતો: વસિમ જાફર - vasif jafar
વસીફ જાફરે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શરૂઆતના દિવસોમાં ખાલી 30 લાખ રૂપિયા કમાઇને પોતાના ઘર રાંચીમાં શાંતિથી રહેવા માગતો હતો.
જાફરે કહ્યું કે ધોનીએ એકવાર તેમને કહ્યું હતુ કે, તે ક્રિકેટ રમીને 30 લાખ રૂપિયા કમાવવા માગે છે. જાફરે પોતાના ટ્વિટર પેજ પર લખ્યુ કે મને યાદ છે જ્યારે ધોની ભારતીય ટીમમાં તેના પહેલા કે બીજા વર્ષમાં હતો ત્યારે તેમણે કહ્યું હતુ કે તે 30 લાખ રૂપિયા કમાઇને પોતાના ઘર રાંચીમાં શાંતિથી જીવન જીવવા માંગે છે. મુબંઇના આ બેસ્ટ્મેન જાફરે ગયા મહીને ક્રિકેટના તમામ ફોર્મેટ માથી સંન્યાસ લઇ લીધો છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007નો ટી-20 વલ્ડ કપ અને 2011માં વન-ડે વલ્ડ કપ જીત્યો હતો. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન તેમજ વિશ્વનો સૌથી સફર વિકેટ કિપર છે.