ગુજરાત

gujarat

ETV Bharat / sports

COVID-19: ICCએ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત

કોરોના વાઇરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વિશ્વ કપને રદ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડની સોમવારે ટેલીકોન્ફરન્સ દ્વારા બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

World Cup
COVID-19: ICC એ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત

By

Published : Jul 20, 2020, 8:45 PM IST

હૈદરાબાદઃ કોરોના વાઇરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વિશ્વ કપને રદ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડની સોમવારે ટેલીકોન્ફરન્સ દ્વારા બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

COVID-19: ICC એ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત

કોરોના વાઇરસના કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વિશ્વ કપ પર પહેલા જ જોખમ જણાઈ રહ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ટી-20 વિશ્વ કપના આયોજન અંગે ચિંતા દર્શાવી હતી. આઇસીસીએ વિશ્વ કપને રદ કરાતા હવે આઇપીએલનો રસ્તો સાફ થઇ ગયો છે.

કોરોના વાઇરસના કારણે જે પ્રમાણે હાલનો માહોલ છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે દર્શકો સાથે ટી-20 વિશ્વ કપનું આયોજન કરવુ ઘણુ મુશ્કેલ હતું. ત્યારે દર્શકો વગર વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો કોઇ મતલબ નથી.

COVID-19: ICC એ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત

આ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ અર્લ અડિંગ્સે કહ્યું હતું કે, આ અસંભવિત અને અવાસ્તવિક છે કે પુરૂષોનો ટી-20 વિશ્વ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં યોજાશે. આઇસીસીએ કોરોના વાઇરસ મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઇસીસી વિશ્વ કપ ટી-20ને સ્થગિત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details