- IPL શરૂ થતા પહેલાં જ ચેન્નઈ સુપર કિંગ્સને ઝટકો
- ઓસ્ટ્રેલિયામાં કેટલોક સમય પસાર કરી શકે તે માટે નામ પરત ખેંચ્યું
- CSKએ વર્ષ 2019માં હેઝલવુડને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
આ પણ વાંચોઃમુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ પહોંચી
હૈદરાબાદઃ IPLની શરૂઆત પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સને ઝટકો લાગ્યો છે. કારણ કે, ટીમના અનુભવી બોલર જોશ હેઝલવુડે IPL-14થી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત હોવાના કારણે જોશે પોતાનું નામ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃIPL-14: વિરાટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નઈમાં પ્રેક્ટીસ શરૂ કરી
હેઝલવુડ ભારતીય પીચ પર તે ચેન્નઈની ટીમ માટે ફાયદાકારક સાબિત થયો
વર્ષ 2019માં IPL-13ના ઓક્શન દરમિયાન CSK ટીમ ફ્રેન્ચાઈઝીએ હેઝલવુડને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ગયા વર્ષની IPLમાં પણ હેઝલવુડ રમ્યો હતો. હંમેશા ભારતીય પીચ પર તે ચેન્નઈની ટીમ માટે ફાયદાકારક સાબિત થયો હતો. 30 વર્ષીય જમણા હાથના બોલર હેઝલવુડે જણાવ્યું કે, છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ટાઈમ પર બાયો બબલ અને ક્વોરન્ટાઈનમાં છું તો મેં ક્રિકેટથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે, જેથી હું ઘરે અને ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને કેટલોક સમય પસાર કરી શકું. હવે આગામી દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ સાથે મેચ રમાશે. આ પ્રવાસ ખૂબ જ લાંબો હશે. બાંગ્લાદેશ સામે પણ ટી-20 સિરીઝ આ વર્ષના અંતમા રમાશે.