ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્રિકેટર મનદીપ સિંહના વર્કઆઉટ વીડિયો પર વિરાટ કોહલીએ પંજાબીમાં કરી કમેન્ટ - Mandeep Singh's workout video

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મનદીપ સિંહના વર્કઆઉટ વીડિયો પર પંજાબીમાં કમેન્ટ કરી હતી. આ કમેન્ટ વિરાટના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ક્રિકેટર મનદીપસિંહના વર્કઆઉટ વીડિયો પર કેપ્ટન વિરાટ કોહલીએ પંજાબી કરી કમેન્ટ
ક્રિકેટર મનદીપસિંહના વર્કઆઉટ વીડિયો પર કેપ્ટન વિરાટ કોહલીએ પંજાબી કરી કમેન્ટ

By

Published : Jul 10, 2020, 10:17 PM IST

મોહાલી: કોરોના વાયરસ મહામારી દરમિયાન, આ પરિસ્થિતિમાં બધા ખેલાડીઓ પોતાને વ્યસ્ત રાખવા કોઈપણ કાર્ય કરતા રહેતા હોય છે. હવે ઘણા ખેલાડીઓએ આઉટડોર ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં આઈપીએલ રમતા ખેલાડીઓ પણ લીગની રાહ જોઇ રહ્યા છે અને પોતાને ફીટ રાખી રહ્યા છે. કે.એલ રાહુલ, સુરેશ રૈના અને વિરાટ કોહલી સિવાય ઘણા અન્ય ખેલાડીઓ પણ તેમના વર્કઆઉટનો વીડિયો શેર કરતા રહે છે. ત્યારે, આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમનારા મનદીપસિંહે તેની વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. તેના પર ટીમ ઈન્ડિયા અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ એક કમેન્ટ કરી હતી.

મનદીપે શેર કરેલા આ વીડિયોમાં તે દોડી રહ્યો છે, પરંતુ તે તેના પગને જમીનથી ઉપર ઉંચો નથી કરી રહ્યો. તેના પર વિરાટે એક કમેન્ટ કરી હતી, ‘પૈરા ઔર ઉઠા કર ભાગો’

તેના પર મનદીપે જવાબ આપ્યો ‘વિરાટ કોહલી પૈરા ઉઠા કર ભાંગડા કર સકતા હું, ભાગને મેં દિકકત આયેગી પાજી’

મનદીપની આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં 97 મેચ રમ્યા છે.જેમાં તેણે 1529 રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 124 હતો. ઉલ્લેખનીય છે, કે તે આઈપીએલમાં વિરાટ સાથે આરસીબી માટે રમ્યો છે. હવે 28 વર્ષનો મનદીપ પંજાબ તરફથી રમે છે.

ABOUT THE AUTHOR

...view details