ગુજરાત

gujarat

ETV Bharat / sports

કેપ્ટન કોહલીએ જણાવ્યા હારના કારણો, આ ખેલાડીઓના કર્યા વખાણ - Captain Kohli said the reasons of loss

ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ચેપૉકમાં રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝના પહેલા મેચની જીતનો શ્રેય વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને આપ્યો છે. આ મેચમાં ભારત આઠ વિકેટથી હારી ગયું હતું.

Captain Kohli said the reasons of loss
Captain Kohli said the reasons of loss

By

Published : Dec 16, 2019, 9:58 AM IST

ભારત ચેન્નાઈ વન ડેમાં આઠ વિકેટથી હારી ગયું હતું. જે બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ભારતીય ટીમ ચાર બોલર સાથે ઉતરી હતી. તેમ છતા પાચમાં બોલરની કમી મહેસુસ થઈ હતી. કેમ કે, શિવમ દુબે અને કેદાર જાધવ સારૂ પ્રદર્શન કરી શક્યા નહોતો.

ધીમી પીચ હોવાના કારણે ટીમ મેનેજમેન્ટને 6 બોલર પૂરતા લાગ્યા હતા. ભારતની ટીમ આ મેચમાં ચાર મુખ્ય બોલરો સાથે ઉતરી હતી. જો કે, કેદાર જાધવ અને શિવમ દુબે ખાસ કમાલ ન બતાવી શક્યા.

આ ખેલાડીઓના કર્યા વખાણ

મને લાગે છે કે, વિન્ડીઝના ખેલાડીઓએ સારી બેંટિગ કરી હતી. બોલરો સારી બોલીંગ કરી શક્યા નહોતા. હેટમેયર અને હોપે સારી ઈનિંગ રમ્યા હતા. કોહલીએ શ્રેયસ ઐયર(70) અને રિષભ પંતના પણ વખાણ કર્યા. રોહીત શર્મા આઉટ થતા, તેમને સારો મોકો મળ્યો હતો. તેમણે ધીમી પીચ પર સારૂ પ્રદર્શન કર્યું હતું.

રવિન્દ્ર જાડેજાના આઉટ થવા બાબતે કોહલીએ કહ્યું કે, ફીલ્ડરોએ અપીલ કરી, અમ્પાયરે નોટ આઉટ આપ્યો, મેદાનની બાહર બેઠેલા લોકો એ અંગે નિર્ણય ન કરી શકે. મે આ પહેલા ક્યારેય જોયું નથી.

ABOUT THE AUTHOR

...view details