ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના પૂર્વ પસંદગીકાર ચંદુ બોર્ડનો ખુલાસો, 'સચિને પોતાની બેટિંગ સુધારવા કેપ્ટનશીપ છોડી હતી' - માસ્ટર બ્લાસ્ટર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર ચંદુ બોર્ડેએ કહ્યું કે, મેં સચિન તેંડુલકરને કેપ્ટનશીપ તરીકે ચાલુ રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સચિને પોતાનું મન બનાવી લીધું હતું, ત્યારબાદ જ ટીમના કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક થઈ હતી.

Sachin Tendulkar
સચિને પોતાની બેટિંગ સુધારવા કેપ્ટનશીપ છોડી હતી

By

Published : Jun 22, 2020, 5:51 PM IST

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર ચંદુ બોર્ડેએ જણાવ્યું કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મારી પાસે જાતે આવ્યો હતો અને સચિને કહ્યું હતું કે, મને કેપ્ટનશીપથી દૂર હટાવી દેવામાં આવે કારણ કે, કેપ્ટનશીપની અસર મારી બેટિંગ પર પડી રહી છે. વધુમાં બોર્ડે કહ્યું કે, મેં સચિનને ​​ટીમના કેપ્ટન રહેવા માટે ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સચિને પોતાનું મન બનાવી લીધું હતું.

ટીમ ઈન્ડિયાના પૂર્વ પસંદગીકાર ચંદુ બોર્ડનો ખુલાસો

મહત્વનું છે કે, સચિન તેંડુલકર એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતકોનું સતક ફટકાર્યું છે. આવું વિશ્વનો કોઈ ક્રિકેટર કરી શક્યો નથી. જેથી સચિનને ભારતનો મહાન મેચવિનર ખેલાડી કહેવામાં આવે છે. સચિનનો વ્યક્તિગત બેટિંગનો રેકોર્ડ શ્રેષ્ઠ હતો, પરંતુ જો ટીમની કેપ્ટનશીપની વાત કરે તો સચિન એટલી સફળતા મેળવી શક્યો નહોતો.

બોર્ડે કહ્યું, "તમે જોયું હશે કે, અમે સચિનને ​​કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે મોકલ્યો હતો, પરંતુ સચિને ત્યાંથી પાછા આવ્યા બાદ કહ્યું હતું કે, હું હવે કેપ્ટન બનવા માંગતો નથી. હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું." આવા સંજાગોમાં અમે સચિનને લાંબા સમય સુધી કેપ્ટન રહેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે અમે નવા કેપ્ટનની શોધમાં હતા."

સચિને પોતાની બેટિંગ સુધારવા કેપ્ટનશીપ છોડી હતી

બોર્ડે એ પણ ખુલાસો કર્યો કે, કેટલાક સાથી ખેલાડીઓએ સચિનની ટીકા પણ કરી હતી. એ વખતે ચર્ચા હતી કે, શા માટે સચિનને ​​કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે મનાવવામાં આવી રહ્યો છે, બધા સવાલોની વચ્ચે ટીમને નવી દિશા આપવા માટે સૌરવ ગાંગુલીને કેપ્ટન બવાનાયો હતો. વર્ષ 2000ની શરૂઆતમાં મેચ ફિક્સિંગના કૌભાંડ પછી ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ ગાંગુલી ટીમને સફળતાના નવા સ્તરે લઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, સચિને 73 વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી ભારતે 23 મેચ જીતી હતી અને 43 મેચ હારી હતી. જ્યારે 25 ટેસ્ટ મેચમાંથી ભારત 4 જ મેચ જ જીત્યું હતું અને નવ મેચ હારી ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details