હૈદરાબાદઃ સરકારે લોકડાઉનનાં ચોથા તબક્કામાં વ્યક્તિગત તાલીમ શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર શાર્દુલ ઠાકુર શનિવારે મુંબઇમાં આઉટડોર તાલીમ શરૂ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.
શાર્દુલે બોર્ડની મંજૂરી વગર આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી, બીસીસીઆઇ નારાજ આ તાલીમને કારણે શાર્દુલ અત્યારે ચર્ચામાં છે, કારણ કે BCCI સાથે કરાર કરનારા ખેલાડીઓએ આઉટડોર ટ્રેનિંગ શરૂ કરતા પહેલા બોર્ડની મંજૂરી લેવી પડે છે. અધિકારીએ કહ્યું, તેઓને મંજૂરી આપવામાં આવી નથી કારણ કે તેઓ કરાર કરનાર ખેલાડી છે. કમનસીબે તેઓએ જે કર્યુ તે ન કરવું જોઇએ, આ સારી બાબત નથી.
શાર્દુલે બોર્ડની મંજૂરી વગર આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી, બીસીસીઆઇ નારાજ શાર્દુલ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઉપ-કપ્તાન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર પણ અત્યારે મુંબઇમાં છે, પરંતુ તેમાંથી કોઇએ આઉટડોર તાલીમ લેવાનું નક્કી કર્યું નથી, કારણ કે તેઓનુ કહેવુ છે કે કોરોના વાઇરસના કારણે હાલમાં તેઓ ઘરે છે અને તેણે હજી સુધી કોઇ પણ સ્પોટર્સ કોમ્પલેક્સને સ્પર્શ કર્યો નથી.
શાર્દુલ BCCIનો કરાર કરનાર ખેલાડી છે અને વર્તમાન કરારની સૂચિમાં તે ગ્રેડ-સીમાં છે. સૌથી અગત્યની વાત એ છે કે તેમણે એક એવા શહેરમાં તાલીમ લીધી છે જે હાલમાં દેશમાં કોરોના વાઇરસથી સૌથી વધું અસરગ્રસ્ત શહેર છે.
બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે શાર્દુલે પાલઘર જિલ્લમાં તાલીમ શરૂ કરી છે, જે રેડ ઝોનમાં તો નથી, પરંતુ તેમ છતા તેમનુ આ પગલું બરાબર નથી કારણ કે તેઓએ આ માટે BCCI પાસેથી મંજૂરી લીધી નથી.