ગુજરાત

gujarat

ETV Bharat / sports

T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ, ICCથી BCCI નારાજ - T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, 'બીસીસીઆઈ કે આઈપીએલનો જ મામલો નથી. જો આઇસીસી આ મહિને ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની ઘોષણા કરે છે, તો આ સંગઠનમાં જે સભ્ય દેશોના ખેલાડીઓ આઈપીએલનો ભાગ નથી તે પણ આ સમયગાળા દરમિયાન પોતાની દ્વિપક્ષીય શ્રેણીની યોજના બનાવી શકે છે. જેથી નિર્ણય લેવામાં વિલંબ દરેકને નુકસાન કરશે.

BCCI accuses Shashank Manohar of delaying IPL's preparations
T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ, ICCથી BCCI નારાજ

By

Published : Jun 17, 2020, 10:51 PM IST

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષના ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો હતો, પરંતુ આ ટૂર્નામેન્ટ યોજવાના નિર્ણય પર વિલંબ કરવા મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ નારાજ છે. જેથી BCCIએ શશાંક મનોહર પર વચ્ચે પડવાનો આરોપ લગાવ્યો છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અધ્યક્ષ અર્લ એડિંગ્સે ફરી એકવાર 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટનું આયોજન કરવા અસમર્થતા વ્યક્ત કરી છે, ત્યારે બીસીસીઆઇનું માનવું છે કે આઇસીસીની વિલંબિત વ્યૂહરચનાને લીધે ભારતમાં આઇપીએલની તૈયારીઓ પર અસર થઈ શકે છે. આમ, T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબને લીધે ICCથી BCCI નારાજ છે.

T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ, ICCથી BCCI નારાજ

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, "આઉટગોઇંગ આઇસીસી અધ્યક્ષ (મનોહર) કેમ મૂંઝવણ લાવી રહ્યાં છે, જો યજમાન ક્રિકેટ બોર્ડ ટી-20 વર્લ્ડનું યજમાની ન ઇચ્છતું હોય તો, જે તે બોર્ડે આ ટૂર્નામેન્ટ રદ કરવી પડશે અને રદ કરવાની જાહેરાત કરવા માટે આટલો બધો સમય કેમ લેવો પડે?"

T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ, ICCથી BCCI નારાજ

અધિકારીનું માનવું છે કે, જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય જલદી લેવામાં આવે તો સભ્ય દેશો પોતાની દ્વિપક્ષીય શ્રેણીની યોજના બનાવી શકે.

T-20 વર્લ્ડકપના નિર્ણયમાં વિલંબ, ICCથી BCCI નારાજ

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ટી-20 વર્લ્ડ કપની ટુર્નામેન્ટ યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે બધુ અટકી ગયું છે. હવે ચાલુ મહિનામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડની બેઠક બાદ આઇસીસીએ એક મહિનાની રાહ જોવાનું નક્કી કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details