ગુજરાત

gujarat

ETV Bharat / sports

બાંગ્લાદેશ ટીમનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ

હૈદરાબાદ: 3 નવેમ્બરથી શરૂ થનારી ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ સંકટમાં જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશી ખેલાડીઓએ તેમની વાત ન માનવા પર ક્રિકેટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી તેની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈપણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. બાંગ્લાદેશી ખેલાડીઓએ તેમની 11 માગનું લીસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આપી દીધું છે.

By

Published : Oct 21, 2019, 10:33 PM IST

Bangladesh tour of india

પ્રાપ્ત વિગતો મુજબ, આ બહિષ્કારમાં બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન શાકિબ અલ હસન અને મહમુદુલ્લાહ જેવા સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. ક્રિકેટરોના વિરોધની શરુઆત ગયા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એ નિર્ણયથી શરૂ થઈ હતો, જેમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફ્રેન્ચાઇઝી આધારિત મોડેલને રદ કરવામાં આવ્યું હતું.

શાકિબ અલ હસન

જણાવી દઈએ કે, બાંગ્લાદેશી ખેલાડીઓએ તેમની 11 માગનું લીસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આપી દીધું છે. આ માગમાં ફ્રેન્ચાઇઝી મોડેલને ફરીથી લાવવાની માગ પણ સામેલ છે. ફ્રેન્ચાઇઝી મોડેલ રદ થવાને કારણે ક્રિકેટરોની કમાણી પર અસર થઈ છે. જેના કારણે તેઓ બોર્ડના આ નિર્ણય પર વિરોધ કરી રહ્યા છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ

આ માસથી શરૂ થયેલી ફર્સ્ટ ક્લાસ સ્પર્ધાની મેચ ફીમાં પણ વધારો ન થતાં ખેલાડીઓનો રોષ વધ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ખેલાડીઓનું દબાણ કરવામાં આવી રહ્યું છે. શાકિબની આ વાતને ખેલાડીઓનું પણ સમર્થન મળ્યું હતુ. જો કે આ ટીકા પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોઈ પ્રતિક્રિયા આપી નહોંતી.

ABOUT THE AUTHOR

...view details