એડિલેડ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત આજથી એડિલેડ ઓવલ મેદાન પર ડે-નાઈટ ટેસ્ટ મેચથી થઈ રહી છે. ભારત માટે ડે-નાઈટ ફોર્મેટ ખુબ જ નવું છે. જેને લઈ ભારતીય ક્રિકેટ ટીમ કમજોર જોવા મળી છે. તો ડે-નાઈટ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી અનુભવી ટીમ છે. ઈલેવનમાં પૃથ્વી શો, વેટરન વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને સીનિયર ફાસ્ટ બોલર ઉમેશ યાદવ છે. ટીમ ઈન્ડિયાએ ગઈકાલે જ પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ડે-નાઈટ ફોર્મેટમાં કુલ 7 મેચ રમી છે.જેમાંથી 4 મેચ એડિલેડ ઓવલમાં રમી છે. તો ભારતીય ક્રિકેટ ટીમે અત્યારસુધીમાં ડે -નાઈટ ફોર્મેટમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. ભારતની આ બીજી પિન્ક બોલ ટેસ્ટ છે. ટીમ ઈન્ડિયાએ ગત્ત વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઈટ ટેસ્ટ કોલકાતામાં રમી હતી.
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલની સેન્ટર વિકેટ પર લાઈટસમાં પ્રેક્ટિસ કરી છે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યું કે, જેનાથી તેમની ટીમને ફાયદો થશે.પેને કહ્યું કે, અમે ભાગ્યશાળી છે કે કેટલાક દિવસો પહેલા એડલિડ આવી ગયા અને અમે સતત ત્રણ દિવસ સુધી રાત્રે સેન્ટર વિકેટ પર ટ્રેનિંગ કરી છે. જેનાથી મને લાગે છે કે,આ અમારી ટીમ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.