ગુજરાત

gujarat

ETV Bharat / sports

બિહાર ક્રિકેટ લીગમાં અંગિકા એવેન્જર્સે જીત મેળવી, સુફિયાં આલમ મેન ઓફ ધ મેચ - sufiyan is the match hero

બિહારના ઉર્જા સ્ટેડિયમમાં રમાયેલી બિહાર ક્રિકેટ લીગના બીજા દિવસની બીજી મેચમાં, દરભંગા ડાયમંડ્સને અંગિકા એવેન્જર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ સાથે અંગિકા એવેન્જર્સનું વિજય અભિયાન ચાલુ થયું હતું. અંગિકા એવેન્જર્સની સુફિયાં આલમે મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો.

બિહાર ક્રિકેટ લીગમાં અંગિકા એવેન્જર્સે જીત મેળવી, સુફિયાં આલમ મેન ઓફ ધ મેચ
બિહાર ક્રિકેટ લીગમાં અંગિકા એવેન્જર્સે જીત મેળવી, સુફિયાં આલમ મેન ઓફ ધ મેચ

By

Published : Mar 22, 2021, 10:24 AM IST

  • બિહાર ક્રિકેટ લીગની મેચમાં અંગિકાએ દરભંગાને 58 રને હરાવ્યું
  • સુફિયાં આલમ 35 બોલમાં 50 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યો
  • અંગિકા એવેન્જર્સના નિકુ કુમાર અને આશુતોષે 3-3 વિકેટ ઝડપી

પટણા (બિહાર): ઉર્જા સ્ટેડિયમ ખાતે રમાયેલી બિહાર ક્રિકેટ લીગની ચોથી મેચમાં અને બીજા દિવસની બીજી મેચમાં અંગિકા એવેન્જર્સે દરભંગા ડાયમંડ્સને 58 રનથી હરાવ્યું હતું. ફ્લડ લાઇટ્સના દુધિયા પ્રકાશમાં રમાયેલી મેચની હીરો અંગિકા એવેન્જર્સની સુફિયાં આલમ બની હતી. જેમણે, 35 બોલમાં 50 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યો હતો.

આ પણ વાંચો:બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

નિકુ કુમાર અને આશુતોષ અમને 3-3 વિકેટ

અંગિકા એવેન્જર્સએ BCLમાં પોતાની બીજી જીત હાંસલ કરી હતી. જ્યારે, દરભંગા ડાયમંડ્સની ટીમે અંગિકા એવેન્જર્સ દ્વારા આપવામાં આવેલા 127 રનના લક્ષ્યાંક પાર કરી શકી નહોતી. દરભંગાની આખી ટીમ 15.5 ઓવરમાં માત્ર 69 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. દરભંગા તરફથી સૌથી વધુ રન હર્ષ રાજ (25 રન) અને બાબુલ કુમારે (16 રન) બનાવ્યા હતા. અંગિકા એવેન્જર્સ તરફથી નિકુ કુમાર અને આશુતોષ અમને 3--3, રાહુલ કુમારે 2 અને સરફરાઝ અશરફે 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 15.52 કરોડ રૂપિયાની ટિકિટનુ રિફંડ કરાયું

ABOUT THE AUTHOR

...view details