કોલકાતા: વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે કહ્યું કે, IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમવું એ મારો સૌથી 'રોમાંચક' અનુભવ રહ્યો છે અને હું લીગની અંતિમ મેચ સુધી કોલકાતાની ટીમ સાથે રહેવા માંગું છું. 32 વર્ષીય આન્દ્રે રસેલે કહ્યું કે, મને ઈડન ગાર્ડન્સ ખાતે ભાવનાત્મક વિદાય મેળવવાની ઇચ્છા છે. મારે છેલ્લી મેચ કોલકાતા માટે રમીને પછી નિવૃત્ત લેવી છે. મને લાગે છે કે, હું પણ કોલકાતા સાથે રહીશ અને આ ટીમ સાથે જ વિદાય લેવી ગમશે.
રસેલને IPLની આ ટીમ સાથે રમીને નિવૃત્ત થવું છે, કહ્યું- IPLમાં રમવું રોમાંચક - વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલ
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે કહ્યું કે, જ્યારે હું આઈપીએલમાં રમું છે ત્યારે મારા રૂવાડા ઉભા થઈ જાય છે.
આન્દ્રે રસેલે કોલકાતા નાઈટ રાઇડર્સની સત્તાવાર વેબસાઇટ પર કહ્યું કે, "મારે એક વાત કહેવી છે. આઈપીએલ એ લીગ છે, જ્યાં ક્રિકેટ રમતી વખતે મારા રૂવાડા ઉભા થઈ જાય છે. મને કેરેબિયન પ્રીમિયર લીગ સાથે આવો જ અનુભવ થયો હોત, પરંતુ જ્યારે આઈપીએલ અને ખાસ કરીને ઇડન ગાર્ડન્સના પ્રેક્ષકોની વચ્ચે મેચ રમવાની તુલના બીજા કોઈ મેચ સાથે કરી શકાતી નથી."
આન્દ્રે રસેલે કહ્યું કે, જ્યારે હું બેટિંગ માટે મેદાન પર જાઉં છું, ત્યારે જે પ્રકારે ચાહકો મારૂ સ્વાગત ચાહકો કરે છે, જેનાથી અનોખો રોમાંચ થાય છે. આ લોકોનો પ્રેમ છે. મેચ રમતી વખતે ઘણું દબાણ આવતું હોય છે, પરંતુ આ દબાણ મારા માટે સારું છે. જ્યારે કોલકાતાને ઓવર દીઠ 12 અથવા 13 રનની જરૂર હોય અને ફક્ત પાંચ ઓવર હોય, ત્યારે આવી પરિસ્થિતિઓ મને ખૂબ આનંદ આપે છે. ચાહકો પણ મને સાથ આપે છે.