હૈદરાબાદ: દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પ્રકોપને કારણે લોકો પોતાના ઘરમાં લોકડાઉન થયા છે. કોરોના વાઈરસના કારણે વિશ્વમાં 30 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ જીવલેણ વાઈરસ ફેલાવાના કારણે સરકારેએ મોટો નિર્ણય લીધો છે અને દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ભારતમાં 1000થી વધારે લોકો આ વાઈસરથી સંક્રમિત થયા છે.
કોરોના સામેની લડાઈમાં અજિંક્ય રહાણેએ મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ફંડમાં 10 લાખ રુપિયાનું દાન આપ્યું - corona virus
ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેએ કોરોના સામેની લડાઈમાં મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ફંડમાં 10 લાખ રુપિયાનું દાન આપ્યું.
આ મહામારીને રોકવા માટે સરકાર દ્વારા લોકોની મદદ લેવામાં આવી રહી છે અને પીએમ મોદીએ જનતાને મદદ કરવા આહ્વાન કર્યું છે. જેમાં મોટી હસ્તીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. ત્યારે ક્રિકેટરોએ પણ પોતાના હાથ આ મદદ માટે લાંબા કર્યા છે અને સરકારને મદદ કરી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ઉપ કપ્તાન અજિંક્ય રહાણેએ 10 લાખ રુપિયા આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે લોકો આ વાઈરસથી ચેપગ્રસ્ત છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની ધોષણા કર્યા બાદ મોટા ભાગના લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે.