ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડે-નાઈટ ટેસ્ટ: બાંગ્લાદેશના બીજા દિવસની અંતે 152/6, ભારત જીતથી 4 વિકેટ દૂર - ભારત-બાંગ્લાદેશ

કોલકતા: કેપ્ટન વિરાટ કોહલીના 136, અજિંક્ય રહાણેના 51 રનની મદદથી બીજા દિવસના બીજા સત્રમાં નવ વિકેટના નુકસાન પર ભારતે પ્રથમ ઇનિંગ્સ 347 રન પર ડિક્લેર કરી હતી અને 241 રનની લીડ મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 106 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

ભારત જીતથી 4 વિકેટ દૂર

By

Published : Nov 24, 2019, 6:04 AM IST

આ પછી, ભારતીય બોલરોએ તેમનું કામ કર્યું અને બાંગ્લાદેશની વિકેટ લેવાનું શરૂ કર્યું હતું. પ્રથમ દાવમાં જ પાંચ વિકેટ લેનાર ઇશાંત શર્મા જ્યાંથી સમાપ્ત થયુ ત્યાંથી જ ફરી શરૂઆત કરી હતી અને તેણે પાંચમા બોલ પર શાદમાન ઇસ્લામને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત કરી દીધો હતો અને તેની સાથે બીજી અને મેચની ત્રીજી જ ઓવરમાં કેપ્ટન મોમિનુલ હકને પણ ખાતું ખોલવ્યા વિના પરત પેવેલિયન મોકલી દીધો હતો.

ICCનું ટ્વીટ

ઉમેશ યાદવે 9 રન પર જ મોહમ્મદ મિથુનને આઉટ કર્યો હતો અને બાંગ્લાદેશની ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. બીજા છેડે રહેલા ઓપનર ઈમરુલ કાયસે પાંચ રને આઉટ કર્યો હતો અને તે સાથે જ માત્ર 13 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.

BCCIનું ટ્વીટ

ત્યારથી જ રહીમનો સંઘર્ષ શરૂ થયો હતો, જેમાં મહમદુલ્લાએ પણ તેને સાથ આપ્યો હતો. જોકે મહમદુલ્લાહ 39 રન પર જ સ્નાયુ ખેંચાવવાના કારણે તે રિટાર્યટ થયો હતો. તેની જગ્યાએ બેટિંગ કરવા આવેલા મેહેંદી હસન મિરાજ 15 ના સ્કોર પર આઉટ થયો હતો. તે સાથે જ ઇશાંતે તેને 133 રન પર આઉટ કરીને બાંગ્લાદેશની ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો.

આ દરમિયાન રહીમે તેની અડધી સદી પુર્ણ કરી હતી. દિવસની અંતે રહીમે 70 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા છે. અમ્પાયરે એકવાર તેને રવિચંદ્રન અશ્વિનના બોલમાંથી એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. પરંતુ, રહીમ રિવ્યુ સીસ્ટમના કારણે બચી ગયો હતો.

જોકે ઉમેશે 152ના કુલ સ્કોર પર 11 રને તૈજુલ ઇસ્લામને આઉટ કરીને ભારતને 6 સફળતા અપાવી હતી અને તેની સાથે જ આ રમતનો અંત આવ્યો હતો. ભારત તરફથી ઇશાંતે ચાર અને ઉમેશે બે વિકેટ લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details