દુબઈઃ શુક્રવારે UAEમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીના 12 જેટલા સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યાદીમાં ખેલાડીઓ તેમજ કોચિંગ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. UAEમાં IPL 2020 શરૂ થવાના 22 દિવસ પહેલા આ નવું અપડેટ સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આખી ટીમને અલગ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કુલ 12 સભ્યોને અસર થઈ છે અને આખી ટીમને ફરીથી ક્વોરેન્ટાઇન જવાની વાત કહેવામાં આવી છે. ચેન્નાઇના એક કેમ્પ દરમિયાન તેમને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે.