નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ મેચ 29 જુલાઈથી શરૂ થશે. જેમાં પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા (women India vs australia 2022) ટીમો વચ્ચે થશે. બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games in Birmingham) માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત સોમવારે (11 જુલાઈ) કરવામાં આવી હતી.
આ પણ વાંચો:'Age is just a number' ને સાર્થક કરતી 94 વર્ષીય ભગવાની દેવીએ ભારતને અપાવ્યા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ
મળતી માહિતી મુજબ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર ભારતની કેપ્ટનશીપ (Harmanpree to lead Team India) કરશે. સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. પસંદગી સમિતિએ આ ટુર્નામેન્ટ માટે બે વિકેટ કીપર બેટ્સમેનોને સ્થાન આપ્યું છે. તાન્યા ભાટિયાની સાથે યશ્તિકા ભાટિયાને પણ તક આપવામાં આવી છે.
આ પણ વાંચો:ભારતની આ દિકરીએ પાવરલિફ્ટિંગમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા
આગામી 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે ટીમની પસંદગી કરવા માટે સોમવારે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિની બેઠક મળી હતી. ઓલરાઉન્ડર જેમિમા રોડ્રિગ્ઝની ટી-20 ટીમમાં વાપસી થઈ છે. આ ટૂર્નામેન્ટમાં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ છે. છેલ્લી વખત 1998માં ક્રિકેટનો ભાગ બન્યો હતો. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર મહિલા ટીમો જ ભાગ લેશે. ટેસ્ટ ક્રિકેટ માટે પ્રખ્યાત એજબેસ્ટનમાં ક્રિકેટ મેચો યોજાશે. ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે.
ભારત ગ્રુપ Aમાં છેઃટીમ ઈન્ડિયાને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જે 29 જુલાઈએ બર્મિંગહામમાં રમાશે. બીજી ગ્રુપ મેચ પાકિસ્તાન સામે છે. આ પછી ત્રીજી મેચ બાર્બાડોસથી રમાશે.
ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા (WK), યાસ્તિકા ભાટિયા (WK), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્ઝ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણા.
સ્ટેન્ડબાય ખેલાડીઓઃસિમરન દિલ બહાદુર, રિચા ઘોષ, પૂનમ યાદવ.