- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી 1-0થી લીડ બનાવી
- સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 50 રન બનાવ્યા હતા
- ભૂવનેશ્વરને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.
કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 (India and Sri Lanka T20)ની પહેલી જ મેચમાં ભારતે જીત મેળવી 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરી હતી. ત્યારે સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 50 રન બનાવ્યા હતા. આમ, ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 164 રન બનાવ્યા હતા. બીજી તરફ લક્ષ્યાંકનો પીછો કરનારી શ્રીલંકા ટીમ 18.3 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ભૂવનેશ્વર ઉપરાંત દિપક ચહલે 2 વિકેટ લીધી હતી. જ્યારે કૃણાલ પંડ્યા, વરૂણ ચક્રવર્તી, યજુવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. ભૂવનેશ્વરને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.
આ પણ વાંચો-Tokyo Olympics: ભારતે મેળવી 'રોઇંગ'માં સફળતા, અર્જુન અને અરવિંદ 27 જુલાઇએ રમશે સેમિફાઇનલ
અવિષ્કા 26 જ રન બનાવી શક્યો
તો આ તરફ શ્રીલંકા કંઈ સારું પ્રદર્શન ન કરી શકી. શ્રીલંકાના મિનોદ ભાનુકા (10) અને ધનંજય ડીસિલ્વા (9) પર આઉટ થયો હતો. આ બંને બેટ્સમેનના આઉટ થયાના તરત જ અવિષ્કા ફર્નાન્ડો પણ 23 બોલ પર ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ચરિથ અસાલંકાએ આશેન બંડારા સાથે મળીને ઈનિંગને આગળ વધારી હતી અને બંને બેટ્સમેન વચ્ચે 4 વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી, પરંતુ આશેન (9) પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને આ ભાગીદારી મોટી થવા પહેલા જ તૂટી ગઈ હતી.