નવી દિલ્હીઃભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી વિરાટ કોહલી (BCCI Celebrating Virat Kohli Birthday) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે તારીખ 5 નવેમ્બરે તેમનો 34મો જન્મદિવસ (34th birthday of Virat Kohli) છે. T20 વર્લ્ડ કપ 2022ની છેલ્લી મેચમાં ભારતનો આવતીકાલે ઝિમ્બાબ્વે સામે ટકરાશે. તે પહેલા આજે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ઉજવણી થવાની આશા છે.
BCCIએ શુભેચ્છા પાઠવી: વિરાટ કોહલીના જન્મદિવસપર દેશ વિદેશમાં દરેક જગ્યાએથી તેના ચાહકો અને પ્રશંસકો અભિનંદનનો પાઠવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પોસ્ટરમાં કોહલીની સિદ્ધિને હાઈલાઈટ્સ કરવામાં આવી છે. ખાસ કરીને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરેલા 24350 રનનો ઉલ્લેખ પોતાના ટ્વિટમાં કર્યો છે. 477 આંતરરાષ્ટ્રીય મેચમાં 24350 રન બનાવ્યા હતા. તેમજ 2011ની વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા તરીકે પણ કોહલીનું નામ લેવામાં આવે છે.