- BCCIએ જાહેર કર્યું 1 વર્ષનું શિડ્યૂલ
- 4 ટેસ્ટ, 3 વનડે અને 14 ટી20 મેચ રમાશે
- અમદાવાદ અને રાજકોટને પણ મળી ઇન્ટરનેશનલ મેચ
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે સોમવારે 2021/22 લોકલ સિઝન માટે ભારતીય પુરુષ ટીમના સમયપત્રકની જાહેરાત કરી હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના ત્રણ દિવસ બાદ 17 નવેમ્બરથી ભારતની ઘરેલુ સિઝન શરૂ થશે. BCCI એપેક્સ કાઉન્સિલે સોમવારે યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમને મંજૂરી આપી હતી. ભારત આ સમયગાળા દરમિયાન ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને 14 ટી20 મેચનું આયોજન કરશે.
આ 4 દેશો સામે રમશે ભારતીય ટીમ
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ અને ત્રણ મેચની T20I શ્રેણી માટે અનુક્રમે નવેમ્બર 2021 અને માર્ચ 2022માં ભારતનો પ્રવાસ કરશે. વેસ્ટ ઇન્ડીઝ ફેબ્રુઆરી 2022 માં ત્રણ વનડે અને ત્રણ ટી 20 માટે ભારતનો પ્રવાસ કરશે. સ્થાનિક સિઝન વચ્ચે ભારતીય ટીમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓલ-ફોર્મેટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. ભારત જૂન 2022માં પાંચ મેચની ટી 20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની પણ યજમાની કરશે.
અમદાવાદ અને રાજકોટને મળી 1-1 મેચ
કાનપુર અને મુંબઈને ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટના સ્થળ તરીકે ધ્યાને લેવામાં આવ્યાં છે. જ્યારે બેંગ્લૂરુ અને મોહાલી શ્રીલંકા સામેની બે ટેસ્ટની યજમાની કરશે. બંને શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 નો ભાગ હશે. આ શિડ્યૂલમાં ગુજરાતના અમદાવાદ અને રાજકોટ એમ બે શહેરને ઇન્ટરનેશનલ ક્રિકેટ માણવાનો લહાવો મળશે. જેમાં ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અને ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની ચોથી ટી20: 15 જૂને રાજકોટમાં યોજાશે.
- ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (2021)
- પહેલી ટી20: 17 નવેમ્બર, જયપુર
- બીજી ટી20: 19 નવેમ્બર, રાંચી
- ત્રીજી ટી20: 21 નવેમ્બર કોલકાતા
- 1લી ટેસ્ટ: 25 થી 29 નવેમ્બર, કાનપુર
- બીજી ટેસ્ટ: 3થી 7 ડિસેમ્બર, મુંબઈ
- ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (2022)
- પહેલી વનડે: 6 ફેબ્રુઆરી, અમદાવાદ
- બીજી વનડે: 9 ફેબ્રુઆરી, જયપુર
- ત્રીજી વનડે: 12 ફેબ્રુઆરી, કોલકાતા
- પહેલી ટી20: 15 ફેબ્રુઆરી, કટક
- બીજી ટી20: 18 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
- ત્રીજી ટી20: 20 ફેબ્રુઆરી, ત્રિવેન્દ્રમ
- ભારત વિરુદ્ધ શ્રીલંકા (2022)
- 1 લી ટેસ્ટ: 25 થી 1 માર્ચ, બેંગ્લૂરુ
- બીજી ટેસ્ટ: 5-9 માર્ચ, મોહાલી
- પહેલી ટી 20: 13 માર્ચ, મોહાલી
- બીજી ટી 20: 15 માર્ચ, ધર્મશાળા
- ત્રીજી ટી 20: 18 માર્ચ, લખનૌ
- ભારત વિરુદ્ધ શ્રીલંકા
- 1 લી ટેસ્ટ: 25 થી 1 માર્ચ, બેંગ્લૂરુ
- બીજી ટેસ્ટ: 5-9 માર્ચ, મોહાલી
- પહેલી ટી20: 13 માર્ચ, મોહાલી
- બીજી ટી20: 15 માર્ચ, ધર્મશાળા
- ત્રીજી ટી20: 18 માર્ચ, લખનૌ
- ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2022)
- પહેલી ટી20: 9 જૂન, ચેન્નઈ
- બીજી ટી20: 12 જૂન, બેંગ્લૂરુ
- ત્રીજી ટી20: 14 જૂન, નાગપુર
- ચોથી ટી20: 15 જૂન, રાજકોટ
- પાંચમી ટી20: 19 જૂન, દિલ્હી
આ પણ વાંચોઃ સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી
આ પણ વાંચોઃ IPL 2021 બાદ વિરાટ RCB ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું