હાંગઝોઉ:એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતીય મહિલા ટીમે દેશ માટે ગોલ્ડ જીત્યો છે. આ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકા 97 રન જ બનાવી શકી હતી. ફાઈનલ મેચમાં ભારતે 19 રનથી જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે.
ભારતીય ટીમની પારીઃ ભારતીય ટીમ તરફથી બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે પણ 40 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. શેફાલી વર્મા 9 રનના વ્યક્તિગત સ્કોર પર વહેલી આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ માત્ર 2 રન બનાવી શકી હતી. શેફાલી વર્મા અને જેમિમા વચ્ચે 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર 116 રન સુધી પહોંચ્યો હતો. શ્રીલંકા તરફથી બોલિંગ કરતી વખતે ઈનોકા રાગવીરા, સુગંધા કુમારી અને ઈશોકાએ 2-2 વિકેટ લીધી હતી.