નવી દિલ્હી:ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની અદભૂત સ્પિન બોલિંગ બતાવીને બીજી ઈનિંગમાં સમગ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 113 રનમાં આઉટ કરી દીધી હતી. આ ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતાં 42 રનમાં 7 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે પણ આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પણ વાંચો:Border gavaskar trophy 2023: ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ, ભારતની જીત લગભગ નક્કી
5મી વખત 5થી વધુ વિકેટ લીધી: રવિન્દ્ર જાડેજાએ આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ સામે 48 રન આપીને 7 વિકેટ લીધી હતી, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તેણે ઓસ્ટ્રેલિયા સામે અગાઉના પ્રદર્શનમાં સુધારો કર્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે તેણે 63 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ રીતે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની 14 મેચમાં પાંચમી વખત 5થી વધુ વિકેટ લીધી છે.