નવી દિલ્હીઃ24 માર્ચે અફઘાનિસ્તાને પહેલીવાર ટી20 મેચમાં પાકિસ્તાનને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ જીત બાદ એવું લાગી રહ્યું હતું કે, રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામેની શ્રેણી જીતવાની ઈચ્છાશક્તિ ધરાવે છે. અફઘાનિસ્તાનની ટીમે આ વાત સાચી સાબિત કરી. અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે સાત વિકેટે કારમી હારનો સ્વાદ ચાખ્યો હતો.
આ પણ વાંચો:WPL Champion MI Celebration: મુંબઈ ઈન્ડિયન્સે કર્યું ધમાકેદાર સેલિબ્રેશન, ખેલાડીઓએ કર્યો જોરદાર ડાન્સ
T20 શ્રેણીની છેલ્લી મેચ આજે: ત્રણ T20 શ્રેણીની છેલ્લી મેચ આજે રાત્રે 9.30 કલાકે રમાશે. અફઘાનિસ્તાન હવે શ્રેણીમાં 2-0થી અજેય લીડ ધરાવે છે. બીજી T20માં પાકિસ્તાને છ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. ઇમાદ વસીમે 57 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન શાદાબ ખાન 32 રન બનાવીને રનઆઉટ થયો હતો. અબ્દુલ્લા શફીક અને સૈમ અયુબ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા, બંને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા.
ઇનિંગ્સની છેલ્લી બે ઓવર રોમાંચક: તૈયબ તાહિરે 13 અને આઝમ ખાને 1 રન બનાવ્યો હતો. અફઘાનિસ્તાને 131 રનનો ટાર્ગેટ એક બોલ પહેલા મેળવી લીધો હતો. રહેમાનુલ્લા ગુરબાઝ (44) અને ઇબ્રાહિમ ઝદરાન (38)એ શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઉસ્માન ગનીએ 7 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 14 અને નજીબુલ્લાહ ઝદરાને 23 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની છેલ્લી બે ઓવર ઘણી રોમાંચક રહી.
આ પણ વાંચો:Argentine FA Training Complex : આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને ટ્રેનિંગ સેન્ટરનું નામ લિયોનેલ મેસ્સીના નામ પરથી રાખ્યું
અફઘાનિસ્તાનને જીતવા માટે 22 રનની જરૂર: અફઘાનિસ્તાનને જીતવા માટે 22 રનની જરૂર હતી. ટાર્ગેટ મુશ્કેલ હતો, પરંતુ મોહમ્મદ નબી અને નજીબુલ્લા ઝદરાને તેને હાંસલ કર્યો હતો. અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફારૂકીએ બે વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાન, નવીન-ઉલ-હક અને કરીમ જનાતે એક-એક વિકેટ લીધી હતી.