- ભારતની સ્ટાર ખેલાડી માટે નિરાશાજનક દિવસ
- બેડમિંટન સેમિફાઈનલમાં પીવી સિંધુ હારી
- આવતીકાલે કાંસ્ય પદક માટે રમશે
ટોક્યોઃટોક્યો ઓલિમ્પિકનો ( Tokyo Olympics ) આજે 9મો દિવસ છે. ભારતની કમલપ્રીત કૌરે ડિસ્ક થ્રોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. કમલપ્રીત ભારતને મેડલ અપાવવાની ખૂબ નજીક છે. સાથે જ તીરંદાજીમાં મેડલ જીતવાનું ભારતનું સપનું પણ વિખેરાઈ ગયું છે. તીરંદાજ અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હાર્યા બાદ બહાર છે.
બીજીવાર સિલ્વર ચૂકી
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ( PV Sindhu ) સેમીફાઈનલમાં ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાં સતત બીજીવાર સિલ્વર મેડલ (Silver Medal) ચૂકી ગઈ હતી.
નંબર વન સામે મેચ હારી